કોચ્ચિ,તા.૨
ભારતીય નેવીમાં મહિલા સન્માન માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણ છે નેવીને પહેલી મહિલા પાયલટ મળી ગઈ છે. સબ લેફટનન્ટ શિવાંગ સિંહે કમાન સંભાળી છે. બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી સબ લેફટનન્ટ શિવાંગી કોચ્ચિમાં પોતાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ નેવીના ડોરનિયર એરક્રાફ્ટના કોકપિટમાં ઉડાન ભરવા માટે તૈયાર છે.
નેવીના જણાવ્યા મુજબ સબ લેફટનન્ટ શિવાંગીએ શોર્ટ સર્વિસ કમીશનનો ૨૭મો એનઓસી કોર્ષ જોઈન કર્યો હતો અને ગત વર્ષે જૂન ૨૦૧૮માં કેરળના એઝીમાલા સ્થિત ઈન્ડિયન નેવલ એકેડમીમાં પોતાની કમીશનિંગ પૂરી કરી હતી. લગભગ દોઢ વર્ષની પાયલટ ટ્રેનિંગ બાદ આજે શિવાંગી નેવીની પહેલી મહિલા પાયલટ બની છે.
કોચ્ચિ સ્થિત નૌસેનાની દક્ષિણી કમાનમાં સૈન્ય પરંપરા મુજબ તેને પાયલટ તરીકે સામેલ કરવામાં આવ્યા. દર વર્ષે ૪ ડિસેમ્બર નેવી પોતાનો સ્થાપના દિવસ મનાવે છે, આ સ્થાપના દિવસ ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતીય નેવીની મોટી અને નિર્ણાયક કાર્યવાહીના વિજ્યોત્સવના રૂપે મનાવવામાં આવે છે.
૪૮માં સ્થાપન દિવસ પહેલાં જ ભારતીય નેવીએ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. નેવીની પહેલી મહિલા પાયલટ શિવાંગી નૌસેનાનું ટોહી વિમાન, ડોરનિયર ઉડાવશે અને સમુદ્રી સરહદોનું ધ્યાન રાખશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


