રાધનપુર-બાયડ વિધાનસભા પેટાચૂંટણી ૨૧ ઑક્ટોબરે યોજાશે

0
36

ગાંધીનગર,તા.૨૨
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતની ૨ વિધાનસભા બેઠકો રાધનપુર અને બાયડની પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આ બેઠકો પર પણ ચાર બેઠકોની સાથે જ આગામી ૨૧મી ઓક્ટોબરના રોજ મતદાન થશે. જ્યારે ૨૪મી તારીખે પરિણામ જાહેર કરવામાં આવશે.
હાલ ગુજરાત વિધાનસભાની સાત બેઠકો ખાલી હતી જેમાંથી ગઈકાલે ચાર બેઠકોની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જ્યારે આજે ફરી બે બેઠકો રાધનપુર અને બાયડની તારીખો જાહેર કરવામાં આવી છે.
રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામુ આપી ભાજપમાં સામેલ થતા આ બેઠક ખાલી થઈ હતી. એવી જ રીતે બાયડ બેઠક પરથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામુ ધરી ભાજપ પ્રવેશ કર્યો તેથી બંને બેઠકો ખાલી પડી હતી. ગઈકાલે અમરાઈવાડી, ખેરાલુ,થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી.
આજે બાયડ અને રાધનપુરની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે મોરવાહડક બેઠકની પેટા ચૂંટણી અંગે જાહેરાત નથી થઈ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY