દિલ્હીમાં નવ વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ હોબાળો : ૧૧ પો.કર્મી ઘાયલ

0
12

રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો
ન્યુ દિલ્હી,તા.૨૫
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વસંતકુજના રંગપુરી વિસ્તારમાં એક નવ વર્ષની બાળકી સાથે રેપની ઘટના બાદ શુક્રવારે રાતે હોબાળો થયો હતો. ઘટનામાં રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં ૧૧ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. હકીકતમાં, ૨૨ ઓગસ્ટના રોજ દક્ષિણ દિલ્હીના વસંત કુંજના રંગપુરી વિસ્તારમાં રહેતી દરિંદોએ અંધારાનો લાભ ઉઠાવીને બાળકીની સાથે ગેંગરેપ કર્યું હતું. બાળકીને એમ્સ ટ્રૌમા કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે. આ કેસમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ લોકોની માગણી છે કે આરોપીઓને તેમને સોંપી દેવામાં આવે જેને તેઓ પોતે સજા આપશે. આ દરમિયાન ભીડ કાબૂ કરવા દરમિયાન લોકોએ પથ્થરમારો કર્યો જેમાં ૧૧ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
ઘાયલોમાં એક એસીપીનો પણ સમાવેશ છે. સ્થિતિને જોતા સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને વિસ્તાર છાવણીમાં ફેરવાયું છે. જણાવી દઇએ કે વસંત કુંજના રંગપુરી વિસ્તારમાં દરિંદોએ અંધારાનો લાભ ઉઠાવી બાળકી સાથે ગેંગરેપ કર્યો હતો. બાળકીને ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે. આરોપીઓએ આ ઘટનાને અંજામ ત્યારે આપ્યો જ્યારે બાળકી તેના ઘરેથી શૌચ માટે નિકળી હતી. અંધારાનો લાભ લઇ આરોપીઓએ બાળકી સાથે ગેંગરેપ કર્યો અને ત્યારબાદ તેને છોડીને ભાગી ગયા હતા.
રંગપુરી વિસ્તારોમાં ગત બુધવારે રાત્રે લગભગ ૯ વાગ્યે બાળકી તેના ઘરેથી શૌચ માટે બહાર નીકળી હતી. જાહેર શૌચાલયની ચારેબાજુ અંધારૂ હતું. અંધારાનો લાભ લઈને દરિંદો ચોથા ધોરણમાં ભણતી બાળકીને ઝાડીઓમાં લઈ ગયા અને ગેંગરેપની વારદાતને અંજામ આપ્યો હતો. વિસ્તારમાં રહેતી મહિલાઓ જ્યારે બાળકીને આ હાલતમાં જોઇ તો તરત જ બાળકીના ઘરવાળાને બોલાવવામાં આવ્યા અને તેની જાણકારી પોલીસને આપવામાં આવી. જે રીતે બાળકી સાથે હેવાનિયત થઇ છે તેના શરીર પર ઘણી જગ્યાએ ઇજાના નિશાન છે અને બાળકીની સ્થિતિ એમ્સ ટ્રોમા કેન્દ્રમાં ગંભીર જણાઇ રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY