મોરબીમાં ૪૮૦ ગ્રામ ગાંજો સાથે વાંકાનેરની મહિલા ઝડપાઈ

0
8

મોરબી,તા.૧૪
મોરબી ખાતે પોલીસની એસઓજી ટીમ દ્વારા વાંકાનેરની મહિલાને ૪૮૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી હતી. આ અંગે પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પોલીસની એસઓજી સ્કવોડને બાતમી મળી હતી કે, એક મહિલા ગાંજાનો જથ્થો લઈને કેસરબાગ વિસ્તારમાંથી પસાર થવાની છે. જે અંગે એસઓજીની ટીમે કેસરબાગ વિસ્તારમાં વોચ ગોઠવી દેવામાં આવી હતી.
આ વોચ દરમિયાન એસઓજી ની ટીમે મોરબીના કેસરબાગ નજીકથી પસાર થઈ રહેલી એક મહિલાને શંકાના આધારે અટકાવી હતી. મહિલાને અટકાવીને તેની તલાશી લેતા તેની પાસેથી ૪૮૦ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
જે અંગે એસઓજીની ટીમે તેની વધુ પૂછપરછ કરી હતી, જેમાં તેની વાંકાનેરના હસનપર ગામની મદિના યુનુસ સમયપોત્રા હોવાનું જણાવ્યું હતું. પોલીસે મદીના યુનુસ સમયપોત્રાના કબજામાંથી ૪૮૦ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. એસઓજીએ મદીના યુનુસ પાસેથી ૪૮૦ ગ્રામ ગાંજા, ઉપરાંત ત્રણ હજાર સાતસો ત્રીસ રૂપિયાનો અન્ય મુદ્દામાલ કબજે લઈને તેની ધરપકડ કરી હતી. એસઓજીની ટીમે મદીના યુનુસ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY