ગરૂડેશ્વર તાલુકાના જેતપુર (વઘરાલી) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો ત્રિવિધ કાર્યક્રમ

0
294

સર્વરોગ નિદાન કેમ્પમાં ૧૭૦૦ થી વધુ લાભાર્થીઓએ લીધેલો લાભ

રાજપીપલા:એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ- નર્મદા, ગ્રામ સ્વરાજ અભિયાન (મિશન ઇન્દ્રધનુષ) તથા વિશ્વ વસતી દિવસ અંતર્ગત રવિવારના રોજ ગરૂડેશ્વર તાલુકાના જેતપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમને જિલ્‍લા કલેક્ટર આર.એસ.નિનામા, જિલ્‍લા વન સંરક્ષક કે. શશીકુમાર, નિવાસી અધિક કલેક્ટર ડી.કે. બારીયા, મુખ્ય જિલ્‍લા આરોગ્ય અધિકારી કે.પી. પટેલ વગેરેની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક પ્રવચન કરતાં જિલ્‍લા કલેક્ટર આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, જિલ્‍લાના ઉંડાણના વિસ્તારમાં પણ નિષ્‍ણાંત ડોક્ટરો દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ ઘર બેઠા પુરી પાડવામાં આવે તે હેતુસર એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ- નર્મદા અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે દુર જવાને બદલે દરેક પ્રકારના નિષ્‍ણાંત ડોક્ટરો દ્વારા દરેક પ્રકારના રોગના દર્દીઓને આ કેમ્પમાં સારવાર મળશે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓને સરકારની આ સેવાનો લાભ મળશે. સગર્ભા માતાથી બાળક ૫ વર્ષનું થાય ત્યાં સુધી સરકાર કાળજી લે છે. સગર્ભા મહિલા દવાખાનામાં જ પ્રસુતિ કરાવે તેવો નિનામાએ અનુરોધ કર્યો હતો. છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે, ત્યારે જનસહકાર પણ મળી રહે તેવી શ્રી નિનામાએ હિમાતય કરી હતી.

ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્‍લા કલેક્ટર નિનામાએ મિશન ઇન્દ્રધનુષનું બાળ હેલ્થકાર્ડનું વિતરણ કરી લોન્ચીંગ કર્યું હતું. તા. ૧૬ જુલાઇથી તા.૨૨ મી જુલાઇ સુધી મિશન ઇન્દ્રધનુષ હેઠળ ૨૨૧ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ રસીકરણ કરવામાં આવશે. નર્મદા જિલ્‍‍લામાં તા.૨૩ મી જુલાઇથી ઓરી અને રૂબેલાની (એમ.આર.) ની રસીકરણ અભિયાન શરૂ થનાર છે. તેમાં જનતાનો સહકાર મળી રહે તેવી વહિવટ-આરોગ્ય વિભાગ દ્વારા જાહેર અપીલ કરી છે. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્ય જિલ્‍લા આરોગ્ય અધિકારી ડૉ. કે. પી. પટેલે શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. જ્યારે અધિક જિલ્‍લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિતે કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ- નર્મદા અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં અંદાજે ૧૭૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં સિકલસેલ એનેમીયા, ચામડીના રોગ, માનસિક રોગ, બાળરોગ, સ્ત્રી રોગ, દંત રોગ જેવા નિષ્‍ણાંત ડોક્ટરોએ સેવા આપી હતી. સીવીલ સર્જન ડૉ. સંગીતાબને પરીખ, ડૉ. અતુલ દેસાઇ, ડૉ. એન્જલ, ડૉ. પ્રશાંત, ડૉ. સૈયદ, ડૉ. રાકેશ, ડૉ. પ્રવિણા, ડૉ. શ્રેયા જોશી, ડૉ. ઝંખના વસાવા વગેરેએ સેવા આપી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.

આ કેમ્પમાં ગરૂડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લીલાબેન તડવી, જયંતીભાઇ તડવી, ગામના સરપંચ કાલીદાસભાઇ તડવી, નિષ્‍ણાંત ડોક્ટરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, આશાવર્કરો, ગ્રામ્ય ભાઇ-બહેનો, લાભાર્થી ભાઇ-બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY