‘રેપના આરોપીને સળગાવી દેવો જાઈએ : કોંગી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર

0
203

બનાસકાંઠા,તા.૧૧
હિંમતનગરના ઢુંઢરમાં ૧૪ માસની બાળકી પર થયેલા બળાત્કારની ઘટના અંગે બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે કે, બળાત્કારના આરોપીના પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જાઈએ.
આ અંગે સામે આવેલા વીડિયોમાં વાવના ધારાસભ્ય ગેનીબેન અમુક મહિલા સાથે રેપ કેસ મામલે ચર્ચા કરતા નજરે પડે છે. આ દરમિયાન તેઓ હાજર મહિલાઓને કહે છે કે, “ભારતના કાયદામાંથી દરેકને પસાર થવું પડતું હોય છે. આવી ઘટનામાં જે તે સમયે ૫૦૦-૧૦૦૦ લોકોએ ભેગા થઈને આરોપીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવો જાઈએ. બળાત્કારના આરોપીને પોલીસને હવાલે ન કરવો જાઈએ. જે સમયે બનાવ બન્યો ત્યારે જ આ પગલું ભરવું જાઈએ.
ગેનીબેનના આવા નિવેદન પછી અમુક મહિલાઓને એવું પણ કરી રહી છે કે આવા લોકોને પથ્થરમારીને મારી નાખવા જાઈએ. મળતી મહિલા પ્રમાણે અમુક મહિલાઓ જ્યારે બળાત્કાર મામલે તેમના ઘરે રજુઆત કરી ગઈ હતી ત્યારે તેમણે આવું નિવેદન આપ્યું હતું. જાકે, આ પ્રથમ બનાવ નથી જ્યારે ગેનીબેને વિવાદિત નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ વિવાદિત નિવેદનો આપી ચુક્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY