દિલ્હીની શાળામાં હિન્દુ અને મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે જુદા વર્ગ!

0
17

ન્યુ દિલ્હી,તા.૧૧
દિલ્હીના વઝિરાબાદ ખાતે બાળકોને એક શાળામાં હિન્દુ તેમજ મુસલમાન સમુદાયના બાળકોને અલગ વર્ગખંડમાં બેસાડવામાં આવતા હોવાની ફરિયાદ નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના શિક્ષક સમુદાય તરફથી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ ધોરણ એકના એ વિભાગમાં ૨૬ હિન્દુ વિદ્યાર્થી તથા બી વિભાગમાં ૩૬ મુસલમાન વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકોએ જણાવ્યા મુજબ બીજી જુલાઈના રોજ શાળાના પ્રિન્સિપાલની બદલી બાદ તેમની જગ્યાએ શેરાવતે હવાલો સંભાળ્યા બાદ વર્ગીકરણ અમલમાં આવ્યું છે.
જાકે શેરાવતે કોમવાદને આધારે વર્ગીકરણની ઘટનાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે દરેક શાળામાં ક્લાસ રિશફલની પ્રવુત્તિ સામાન્ય છે. એ મુજબ જ તેમની શાળામાં પણ ક્લાસમાં કરવામાં આવ્યો છે.
શેરાવતે શાળાની શાંતિ, શિસ્ત અભ્યાસ અંગે અનુકૂળ વાતાવરણ મહત્વ નું હોવાનું ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાળકો વચ્ચે ઘણી વખત તકરાર થતી હોય છે. જાકે આ એવી ઉંમર છે જ્યારે ધર્મ અને જાતિવાદ અંગે બાળકોને જાજી સમજણ નથી પણ કેટલાક બાળકો શાકાહારી છે જેને કારણે પણ સમસ્યા સર્જાય છે. શાળાએ તમામ વિદ્યાર્થીઓના હિતનું ધ્યાન રાખવાનું હોય છે.
જાણવા મળ્યા મુજબ વર્ગીકરણ અંગે શિક્ષકોએ કરેલા વિરોધ સંદર્ભે શેરાવતે શિક્ષકોને તેમનું કામ માત્ર ભણાવવાનું છે કહીને ચૂપ કરવા પ્રયાસ કર્યો હતો. દિલ્હી શિક્ષણ વિભાગ તરફથી સંબંધિત અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY