ગીર,તા.૧૦
ગુજરાતમાં સત્તારૂઢ પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગઈકાલે તેમના ફેસબુક પેજ પર ગીરના જંગલમાં ગયા તેની તસવીરો શેર કરી છે. તેમણે શેર કરેલી તસવીરો હોલ વોટ્સએપ પર વાઈરલ થઈ છે. વાઘાણીએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોવાની દલીલ કરાઈ છે. સીટ બેલ્ટ વગર જીપ્સી હંકારતા વાઘાણીએ કાયદોનો ભંગ થયો છે કે નહીં તેવો સવાલ કરાયો છે. સાથે જ ગીરનું જંગલ બંધ રહેતું હોવાથી ગીરના કયા વિસ્તારમાં નિયમ ભંગ કરીને મુલાકાત લીધી તે સ્થળ જણાવવા મેસેજમાં કહેવાયું છે.
વિશ્વનાં સૌથી મોટા રાજકીય પક્ષનાં ગુજરાતનાં અધ્યક્ષ માનનીય જીતુ વાઘાણી સાહેબ દ્વારા તેમના પોતાનાં ઓફિશિયલ પેઈજ પર ગીર જંગલ વિશેની પોસ્ટ મુકવામાં આવી. એમાં સિંહોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. જાણીને ખૂબ જ આનંદ થયો કે, સાહેબશ્રીએ ગીર અને સિંહ વિશે વાત કરી.
સાહેબ દ્વારા પોસ્ટ કરાયેલ ફોટોગ્રાફ જેમાં ખુદ માન. વાઘાણી સાહેબ જીપ્સી ચલાવી રહ્યા છે. સાહેબને કામનું ભારણ વધુ હોવાથી સીટ બેલ્ટ પહેરવાનું ભૂલી ગયા હોય તેમ લાગે છે. હજારો રૂપિયાનો ટ્રાફિક દંડ ગુજરાતની પ્રજા પર થોપાયો છે. ત્યારે, સાહેબ દ્વારા કાયદા નો ભંગ થયો છે.ગીરનું જંગલ ૧૫ જૂનથી ૧૫ ઓક્ટોબર સમય દરમિયાન દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. તો પછી સાહેબ તમે ક્યાં જંગલમાં જીપ્સીનો આંટો મારી આવ્યાં એ જણાવશો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


