ગિરનારની લીલી પરિક્રમા એક દિવસ પહેલા પૂર્ણ, એક લાખ યાત્રિકો ગિરનાર ચઢયા

0
23

ગીર,તા.૧૨
જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા સાંજે એક દિવસ વહેલી પૂરી થઈ ગઈ હોય તેમ યાત્રિકોનો પ્રવાહ એકલ-દોકલ રહ્યો છે, જેથી એક દિવસ પહેલા જ જંગલ ખાલી અને તમામ અન્નક્ષેત્ર, ઉતારા મંડળોએ પોતાનો સામાન પણ આટોપી લેતા પરિક્રમા શંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. જો કે હજુ આજનો દિવસ બાકી છે, પણ ૫૦-૧૦૦ યાત્રિકો આવી રહ્યા હોય જંગલ ખાલી થયું છે. આ વર્ષે આજ સાંજ સુધીમાં ૫.૭૫ લાખ યાત્રિકોએ પરિક્રમા પૂરી કરીને પુણ્યનું ભાથું બાંધી પોત-પોતાના વતન ભણી વાટ પકડી હતી.
ગીરનારની લીલી પરિક્રમા માટે તંત્રએ અગાવથી કરેલા આયોજનના કારણે છેક એક દિવસ પહેલા જ ગેઇટ ખોલવામાં આવ્યો હતો, ત્યારે આ ચાર દિવસમાં ૫.૭૫ લાખ યાત્રિકોએ પરિક્રમા પૂરી કરી હોવાનું નોધાયું છે. હજુ એકલ-દોકલ યાત્રિકો મળીને ૫ થી ૧૦ હજાર યાત્રિકો બોરદેવીથી આગળ હોવાનું માનવામાં આવે છે. હાલ મોટા ભાગનો સમૂહ ભવનાથમાં ઉમટી પડયો છે. તેમના મોટા ભાગના યાત્રિકો ઘરે જવા રવાના થઈ ગયા છે.
અન્નક્ષેત્ર અન ઉતારા મંડળના અગ્રણી ભાવેશભાઈ વેકરીયાએ જણાવ્યું એક ગતવર્ષની સરખામણીએ આ વર્ષે ૫૦ ટકા યાત્રિકો ઓછા આવ્યા હતા. કારણ કે કમોસમી વરસાદ અને વાવોઝોડાની અસરથી એક ભય ઉભો કરી દેવામાં આવ્યો હતો. જેના લીધે યાત્રિકોનું આગમન જોઈએ તેવું થયું ન હતું. અન માટે તંત્રએ પહેલેથી તૈયારી કરી લેવી જોઈતી હતી. પરંતુ ધારણા કરતા ઓછા યાત્રિકો આવ્યા હતા.
પરિક્રમા દરમિયાન આ વખતે કુલ ચાર યાત્રિકોના એટેક આવી જવાથી મોત નીપજ્યાનું નોધાયું છે. તા.૯ ના રોજ ભાવનગરના અશોક ચણા રાઠોડ ઉ.૩૫, અને ગીર ગઢડાના દ્રોણ ગામના ગોબર ભોળા ડાભી ઉ.૬૦ નું એટેક આવી જતા મોત નીપજ્યા બાદ ગઈકાલે રાતે અમદાવાદના બાવળાના જીગ્નેશ ઠાકર ઉ.૪૩ નું નળપાણીની ઘોડીએ અને આજે બપોરે માળવેલા ઘોડીએ અમદાવાદના ઓઢવમાં રહેતા જીતેન્દ્ર પ્રમોદ વ્યાસ ઉ.૪૦ નું એટેક આવી જતા મોત થયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY