ભાજપ વિરૂદ્ધ જઈને બાગી બનેલા નગરસેવકને ૬ માસ માટે તડીપાર કરાયો

0
13

નવસારી,તા.૧૨
સામાન્ય રીતે સમાજીક જીવનને વેરવિખેર કરનાર અને વારંવાર ગુનો આચરનારા વ્યક્તિને સમાજથી દૂર કરવા માટે તડીપાર કરવામાં આવે છે. સમાજમાં દુષણ ફેલાવનારા લોકોને પણ સમાજથી દૂર કરવા માટે તડીપાર કરવામાં આવે છે. નવસારીની વિજલપોર પાલિકાના કોર્પોરેટરને કોર્ટ દ્વારા તડીપાર કરવામાં આવ્યા છે. કોર્પોરેટર જ્યોતિ રાજભરને ૬ માસ માટે તડીપાર કરાયા છે.
નવસારીમાં ભાજપના કોર્પોટરને તડીપાર કરાયો છે. વિજલપોર નગરપાલિકાના કોર્પોરેટર જ્યોતિ રાજભરને તડીપાર કર્યો છે. આ કોર્પોરેટર પર મારામારી તેમજ અન્ય ગુનામાં સંડોવણીને જોતા નવસારી જિલ્લા અધિક્ષકએ તડીપારની દરખાસ્ત તૈયાર કરી હતી. ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જલાલપોરના હુકમથી નગરસેવકને તડીપાર કરવામાં આવ્યા છે. વિજલપોર નગરપાલિકામાં ભાજપ વિરુદ્ધ જઈને બાગી બનેલા નગરસેવક છે. ભૂતકાળમાં નગરસેવકની પાર્ટી વિરુદ્ધની કામગીરી વિવાદાસ્પદ બની હતી. નવસારી જિલ્લાથી નગરસેવક ૬ માસ માટે દમણ તડીપાર કરાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY