ગીરમાં સિંહોના મોત મામલે હાઈકોર્ટે કેન્દ્રને ઝાટકી સિંહોમાં વાઇરસ ન ફેલાઇ તે માટે સરકાર નિષ્ણાતોના મત મુજબ યોગ્ય પગલા લે : ગુજરાત હાઇકોર્ટ

0
91

દર ૧૫ દિવસે મામલતદાર સ્થાનિક કલેક્ટરને પ્રોગ્રેસ રિપોર્ટ સોંપેઃ ગુજરાત હાઇકોર્ટ
અમદાવાદ,તા.૧૭
ગીરમાં એક બાદ એક ૨૩થી વધુ એશિયાટીક લાયનના મોત થયા બાદ વન વિભાગ અને સરકાર દોડતા થયા હતા. તેની સાથે સાથે સુપ્રીમ અને હાઈકોર્ટે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. સિંહોના મોત મામલે આજે ગુજરાત હાઈકોર્ટે નિર્દેશિકા જાહેર કરતા કહ્યું કે,વાઇરસ ન ફેલાઇ તે માટે રાજ્ય સરકાર નિષ્ણાતોના મત મુજબ યોગ્ય પગલા લે. તેમજ કુવાઓ મામલે સબસિડી આપવામાં આવે તેની જાગવાઈ કરવામાં આવે. તેની સાથે સાથે દર ૧૫ દિવસે મામલતદાર સ્થાનિક કલેક્ટરને પ્રોગ્રેસ રિપોર્ટ સોંપે. આ રિપોર્ટ ૧૫ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં સોંપવાનો રહેશે. આ મામલે વધુ સુનાવણી ૧૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત હાઇકોર્ટે કેન્દ્ર સરકારને સિંહોના જતન કરવા માટે આદેશ કર્યો છે અને સિંહ દીઠ ૯૫ હજાર રૂપિયા જ કેમ ખર્ચવામાં આવે છે? તે અંગે ૧૬ જાન્યુઆરી સુધીમાં ખુલાસો કરવાનો આદેશ કર્યો છે.
ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં રોણીયા વિસ્તારમાં ૨૩ સિંહોનાં મોત થયા હતા. ત્યાર બાદ મોડે મોડે જાગેલી સરકાર અને વન વિભાગે સિંહોના રસીકરણનું અભિયાન હાથ ધર્યું હતું. આ માટે ખાસ અમેરિકાથી રસી મંગાવવામાં આવી હતી. ગીરના જંગલોમાં રહેલા સિંહો તેમજ રેસ્ક્યૂ સેન્ટરમાં રાખવામાં આવેલા સિંહોને આ રસીનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY