પાક નિષ્ફળ જતા ખેડૂતનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું

0
16

ગીર-સોમનાથ,તા.૪
વેરાવળના કોડીદ્રા ગામના ખેડૂત જેઠાભાઈ રામાભાઈ પરમાર (ઉ.વ.૫૦)નું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. આ અંગે મૃતક ખેડૂતના પરિવારજનોનું કહેવું છે કે, ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જવાને કારણે જેઠાભાઈને ચિંતામાં હાર્ટ એટેક આવ્યો છે. મૃતક ખેડૂત માત્ર ૪ વીઘા જમીન ધરાવતા સીમાંત ખેડૂત છે.
ભારે વરસાદને કારણે તેમના ખેતરમાં વાવેલો સોયાબીનનો પાક નિષ્ફળ ગયો હતો. તેમના પરિવારમાં ૩ દીકરી ૧ દિકરો છે. જ્યારે મૃતક ખેડૂત પરિવારનું ગુજરાન ચલાવવા બાજુના ભેટાળી ગામમાં ખેત મજૂરી કરવા ગયા હતા. જ્યાં ખેતરમાં કામ કરતી વખતે ૧૧ વાગ્યે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY