ગીર-સોમનાથ,તા.૨૬
ગીર સોમનાથ જિલ્લાના ઊના શહેરના રેલવે સ્ટેશન પર માનવ ખોપરી મળી આવતાં ભારે ચક્ચાર મચી છે.
મળતી માહિતી મુજબ, ઉના શહેરના રેલવે સ્ટેશન નજીક મંગળવારે બપોરનાસમયે અચાનક માનવ ખોપરી જોવાં મળતાં ભારે દેકારો મચી ગયો. આ મામલે કોઇએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં પી આઈ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો. પોલીસે માનવ ખોપરીને કબ્જે લઈને તાત્કાલીક એફ એસ એલમાં મોકલી આપી છે.
માનવ ખોપરી કોની છે અને કઈ રીતે રેલવે સ્ટેશન પાસે આવી તે સવાલે ચકચાર મચાવી છે. શું કોઈએ હત્યા કરીને માનવને દાટી દીધો અને ખોપરી બહાર આવી? કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



