શેરબજારમાં ઉથલપાથલ : સેન્સેક્સ ૫૩૬ અંક ગબડ્યા

0
32

મુંબઈ,તા.૨૪
આજે મુંબઈ શેરબજાર માટે ફરી કારમો સોમવાર બની રહ્યો. બેન્ચમાર્ક ઈન્ડેક્સ ‘સેન્સેક્સ’ ૫૩૬.૫૮ પોઈન્ટ અથવા ૧.૪૬ ટકા જેટલો તૂટીને ૩૬,૩૦૫નો બંધ રહ્યો.
બીજી બાજુ, રાષ્ટ્રીય સ્તરના નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ‘નિફ્ટી’ ૧૬૮ પોઈન્ટ તૂટીને ૧૧,૦૦૦ની નીચે, ૧૦,૯૭૫નો બંધ રહ્યો.
આજે એક જ દિવસમાં ઈન્વેસ્ટરોને આશરે ૨.૧૮ લાખ કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. નિફ્ટીમાં થયેલા સોદાઓમાં ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના શેરોને બાદ કરતાં અન્ય તમામ ઈન્ડેક્સમાં વેચવાલી રહી હતી. સૌથી વધુ માર પડ્યો રિયાલ્ટી અને ફાઈનાન્સ તથા બેન્કિંગ સેક્ટરને. એચડીએફસી લિમિટેડનો શેર ૬ ટકા જેટલો તૂટ્યો છે. આજે બજાર તૂટ્યું એની પાછળના ત્રણ કારણ છે.
એક, ફાઈનાન્સ અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં મોટું ગાબડું. ગયા શુક્રવારે નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓને કારણે નેગેટિવ સેન્ટીમેન્ટ આવ્યા બાદ ફાઈનાન્સિયલ અને બેન્કિંગ શેરો પર આજે દબાણ રહ્યું. ઈન્ડિયાબુલ્સ હાઉસિંગમાં પણ ૭ ટકાનું ગાબડું પડ્યું. જાકે આજે ડીએચએફએલના શેરમાં તેજી જાવા મળી.
બીજું, ક્રૂડના ભાવ પહોંચ્યા છે ૮૦.૫૦ ડોલર, પ્રતિ બેરલ. આજના વ્યાપારમાં, ક્રૂડ બે ટકા તેજીથી ૮૦.૯૪ ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો, જે ૨૦૧૪ના નવેંબર બાદ સૌથી ઊંચી કિંમત છે. ગ્લોબલ એજન્સીઓનું માનવું છે કે ક્રૂડ પ્રતિ બેરલ ૯૦ ડોલર સુધી જઈ શકે છે.
ત્રીજું, રૂપિયામાં નરમાઈ. યુએસ ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો ૨૭ પૈસા નબળો રહીને ૭૨.૪૭ના ભાવે ખૂલ્યો હતો. બાદમાં એ વધારે નબળો પડીને ૭૨.૭૪ના સ્તરે પહોંચી ગયો હતો.
આજે, સ્થાનિક શેરબજારોમાં બેન્ક નિફ્ટીમાં લગભગ ૬૭૧ પોઈન્ટનું ગાબડું પડ્યું. ટીસીએસ, વેદાંતા, ઓએનજીસી, સિપ્લા, દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ, હિંદાલ્કો, લ્યૂપિન, સિન્ડીકેટ બેન્ક,ૅંન્ શેરોમાં તેજી રહી. પરંતુ, એચડીએફસી, મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ, હીરો મોટોકોર્પ, મારુતિ, ઈÂન્ડયાબુલ્સ હાઉસિંગ, ભારતી એરટેલ, વગેરે શેરોમાં તાણ જાવા મળી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY