પણજી,તા.૨૯
ગોવાના મુખ્યપ્રધાન જેમને મનોહર પારિકર હાલમાં મુંબઈની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે, તેમને વધુ મેડિકલ સારવાર માટે અમેરિકા લઈ જવાશે તેમ મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે.
૬૨ વર્ષીય પારિકરે અગાઉ ચાલુ વર્ષે પેનક્રિયા (સ્વાદુપિંડ)ના નિદાન માટે ત્રણ મહિના સુધી યુએસમાં સારવાર લીધી હતી. તેઓ જૂનમાં સ્વદેશ પરત ફર્યા હતા જા કે રૂટિન ફોલો અપ માટે તેઓ ચાલુ મહિને અમેરિકા ગયા હતા. અમેરિકાથી પરત આવ્યાના બીજા દિવસે ૨૩ ઓગસ્ટના પારિકરને સ્વાસ્થ્ય સમિક્ષા માટે મુંબઈની લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને આજે રજા મળતા તેઓ ગવા પરત જવાના હતા.
મુખ્યપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા મુજબ પારિકાર આજે રાત્રે મુંબઈથી ફ્લાઈટમાં યુએસ જશે. જા કે તેમણે સીએમ પારિકરના સ્વાસ્થ્ય અંગે કોઈ વિગત આપવા ઈનકાર કર્યો હતો. ગોવાના સીએમનો સત્તાવાર ચાર્જ તેમની પાસે જ રહેશે અને કોઈને ઈન્ચાર્જ બનાવવામાં નહીં આવે તેમ વરિષ્ઠ અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.
નોંધનીય છે કે ૭ ઓગસ્ટના સીએમ પારિકરે પીએમ નરેન્દ્ર મોદીને મળીને ગોવામાં ખનન ઉદ્યોગની કટોકટીની સ્થિતિથી વાકેફ કરાવ્યા હતા. પારિકરે વડાપ્રધાનને આ બાબતે યોગ્ય કરવા માટે પણ અરજ કરી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




