અમદાવાદ,તા.૨૧
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આજે એક પત્રકાર પરિષદ કરીને ભાજપ સરકારને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, હાલ જમીન માપણી કરતા મોટું કૌભાંડ અમૂલમાં થઈ રહ્યું છે. મોઢવાડિયાએ ભાજપના નેતાઓને હલકા અને હરામી ગણાવ્યા હતા.
મોઢવાડિયાએ ઉમેર્યું કે, પાછલા બારણે અમુલનું ખાનગીકરણ થઈ રહ્યું છે. કામધેનું કંપની દ્વારા બનાવામાં આવતી દૂધની પ્રોડક્ટ પર અમૂલનો સિક્કો મારીને વેચવામાં આવે છે. દૂધ મંડળીઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મોઢવાડિયા બાબુ બોખરિયાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેમના કહેવાથી દૂધમંડળીઓમાં લાખોનું કૌભાંડ કરવામાં આવ્યું છે. સહકાર મંત્રી સાથે મળી બોબુબોખરિયા મોટું કૌભાંડ આચરી રહ્યા છે. અમૂલ પેર્ટનની સામે ભાજપની કામધેનું એન્ટરપ્રાઇઝની કંપનીને પરમીશન આપી દઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે.
ગુજરાતના ખેડૂતો પર અત્યાચાર કરીને કામધેનું એન્ટરપ્રાઇઝની કંપની બનાવામાં આવી છે. પશુ પાલકોને દૂધના પુરતા ભાવ મળતા નથી. ૩ ગણા ભાવ સાથે કામધેનુ કંપનીને કામ અપવામાં આવ્યું છે. આ તમામ પ્રકારનું કૌભાંડ અમૂલના ચેરમેન સાથે મળીને જ કરવામાં આવી રહ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



