પણજી,તા.૧૩
કોંગ્રેસે ગોવા માટે એક પૂર્ણકાલિન મુખ્યમંત્રીની માંગ કરી છે. કોંગ્રેસે મનોહર પારિકર બિમાર હોવાનો હવાલો આપતા કહ્યું કે, રાજ્યને બંધારણીય સંકટથી બહાર લાવવામાં માટે રાજ્યને ઝડપથી પૂર્ણકાલિન મુખ્યમંત્રી મળવા જાઇએ.
આ સાથે જ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગોવાના મુખ્યમંત્રી પદથી પારીકરને તે કારણે નથી હટાવી રહ્યાં કારણ કે, તેમને ડર છે કે તેઓ રાફેલ ગોટાળો અને ગૃપ્ત માહિતીનો ખુલાસો કરે દે નહી.
કોંગ્રેસ નેતા પવન ખોડાએ શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ગોવામાં બંધારણીય સંકટ વધી રહ્યું છે. અમારી પ્રાર્થના છે કે પારીકર ઝડપથી સ્વસ્થ થઇ જાય, પરંતુ ગોવામાં દર અઠવાડિયે કેબિનેટની બેઠક થતી હતી, હવે કેબિનેટની બેઠક થઇ શકતી નથી. નિર્ણય થઇ શકતા નથી. ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે.
તેમણે વધુમાં કહ્યું કે, ગોવામાં વર્ષ ૨૦૧૭માં સરકાર કેવી રીતે બની છે, તે સૌને ખ્યાલ છે. આખરે શું મજબૂરી છે કે નવા મુખ્યમંત્રી વિશે કોઇ નિર્ણય નથી થઇ રહ્યો? અમને સત્તાની લાલચ નથી. અમે ગોવાની જનતા સાથે ન્યાય ઇચ્છીએ છીએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






