યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ફેસબુક-ઈન્સ્ટાગ્રામ આૅપરેટ કરતો યુવક ઝડપાયો

0
75

વડોદરા,તા.૧૩
ફેક એકાઉન્ટ બનાવી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોટો અને કોમેન્ટ એપલોડ કરવાના ગુના સુરતમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે. આવો જ એક ગુનો ઇચ્છાપોર પોલીસ મથકમાં નોંધાયો હતો. જેની તપાસ ક્રાઇમ બ્રાંચની ટીમે કરી તો ખ્યાલ આવ્યો કે સુરતની મહિલાનું ફેક એકાઉન્ટ બનાવી તે ઓપરેટ કરનારો યુવાન રાજકોટમાં છે. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી.
સુરતની એક મહિલાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવીને બીજા લોકો સાથે વાત કરતો રાજકોટનો યુવાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને હાથે ઝડપાઇ ગયો છે. તેણે ફેક આઇડી બનાવી હોવાની કબૂલાત પણ કરી લીધી છે. સપ્તાહ પહેલા સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચની સર્વેલન્સ ટીમે કરતા યુવાન પકડાયો હતો.
ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ એવી ફરિયાદ કરી હતી કે સોશિયલ મીડિયામાં તેમના નામનો કોઇક દુરપયોગ કરી રહ્યું છે. આ તપાસ ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ સર્વેલન્સ ટીમને સોંપવામાં આવી હતી. તપાસ કરતા ખબર પડી હતી કે રાજકોટમાં રહેતો ૩૦ વર્ષનો રવિરાજસિંહ નવલસિંહ ચૌહાણ (રહે.૧૩-એ, ગોપાલનગર સોસાયટી, શેરી નં-૧૩, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ) મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવીને ઓપરેટ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરીને ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો. રવિરાજસિંહે કબૂલાત કરી લીધી હતી કે સુરતની મહિલાના નામનું તે ફેક એકાઉન્ટ ઓપરેટ કરતો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY