ગોધરા,તા.૩૦
ગોધરા શહેરમાં અંકલેશ્વર મહાદેવ રોડ પર આવેલી હરિકૃષ્ણ સોસાયટીમાં રહેતા બિલ્ડર કેયૂર ભરતભાઈ સવાણીએ આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગોધરા દાહોદ રોડ ખાતે આવેલ તીર્થવીલા સોસાયટીનું બાંધકામ વર્ષ ૨૦૧૬ની સાલમાં પાર્ટનર તરીકે સંજય ઘનશ્યામભાઈ ગાભાણી સાથે મળીને શરૂ કર્યું હતું. મારી સાથે ૨ લાખ જેટલા રૂપિયા હતા જે રૂપિયા મારા મિત્ર કૃણાલ પટેલ પાસેથી લીધા હતા. તેમજ બીજા દસ્તાવેજી કાગળો પણ હતા અને ઘરે શુક્લ સોસાયટી તરફ જતી વેળાએ પાછળથી એક કાર આવી હતી અને ગાયત્રી મંદિર પહેલા એક્ટિવાને ઓવરટેક કરી કાર એક્ટિવાની આગળ ઉભી રાખી દીધી હતી.
આ સ્થિતિમાં એક્ટિવા સાઇડ પર મૂકી જોતા કાર ગોધરાના ગિરીશ મનાભાઇ સોલંકીની હોવાનું જણાયુ હતું અને જે કાર માંથી જિગર હરિશ્ચંદ્ર સિસોદિયા લક્ષ્મણ ગઢવી તથા ગિરીશ સોલંકી એકદમ ઉતરેલાં અને કેયૂર સવાણીને પકડી ગાડીમાં વચ્ચેની સીટમાં નાખી દીધા બાદ રૂપિયા બે લાખ રોકડા ભરેલી બેગ સાથે અપહરણ કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



