લોસ એન્જલ્સ,તા.૧૯
ફિલ્મ મેરી પોપીન્સ થ્રીના ડાયરેક્ટર રાબ માર્શલે કહ્યુ હતું કે શકિય હોય તો મારે આ ફિલ્મમાં ઊભયલિંગી લોકોના રાઇટ્સની વાત ઉમેરવી છે.
૧૯૬૪માં રજૂ થયેલી ઓરિજિનલ મેરી પોપીન્સ ફિલ્મના સર્જકે ખૂબીપૂર્વક મહિલાઓના મતાધિકારની વાત ફિલ્મમાં વણી લીધી હતી. એની સિક્વલમાં ચમકેલી એમીલી બ્લન્ટે મહિલા લેબર ઓર્ગેનાઇઝર તરીકેનો રોલ ભજવ્યો હતો. આમ બંને મેરી પોપીન્સ સામાજિક પ્રશ્નેને રજૂ કરતી હતી. હવે તક મળે તો મારે ઊભયલિંગી (એલજીબીટી કોમ્યુનિટી)ના રાઇટ્સની વાત વણી લેવી છે એમ રાબ માર્શલે કહ્યુહતું.
એક ઇન્ટરવ્યૂમાં માર્શલને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે એલજીબીટી કોમ્યુનિટીને મદદ કરવાનું કોઇ પગલું લેવાના છો એવી વાત સાંભળી છે ત્યારે માર્શલે આ જવાબ આપ્યો હતો.
‘એ શકિય છે ? ઓ ભગવાન, હું પોતે પણ ગે (સજાતીય સંબંધ ધરાવનાર ) છું એટલે આવો વિષય ફિલ્મમાં આવરી લઇ શકાય તો તો કેટલું બધું સારું…!’ એમ માર્શલે કહ્યુ હતું.
એણે તરત ઉમેર્યું હતું કે તકલીફ એ છે કે મારી ફિલ્મનો વિષય ૧૯૩૦ની આસપાસનો છે. એ સમયે આવી સમસ્યા હતી કે કેમ એ હું જાણતો નથી. વાર્તા આજના સમયની હોય તો એ વિષયને સહેલાઇથી ઉમેરી લઇ શકાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



