ગાંધીનગર,તા.૧૪
રાજ્યભરમાં સ્વાઇન ફલૂનું સંકટ વધુ ઘેરુ બન્યુ છે. રાજકોટમાં એક જ દિવસમાં સ્વાઇન ફલૂથી ૪ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે સ્વાઇન ફલૂનો આંકડો ૧૦૦ ને પાર થયો છે. જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધી ૨૩ લોકોના મોત નીપજ્યા છે તો જામનગરમાં પણ સ્વાઇન ફલૂનો કહેર યથાવત છે. અને વધુ ૨ મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
સુરતની વાત કરીએ તો સ્વાઇન ફલૂના ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે અને અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે. પાટણમાં સ્વાઇન ફલૂનો ભરડો યથાવત રહ્યો છે જિલ્લામાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો બનાસકાંઠાના ડીસામાં સ્વાઇન ફલૂથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જિલ્લામાં ફુલ ૨૪ શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્યારે રાજ્યમાં એક જ દિવસમાં ૬ના મોત સાથે મૃત્યુઆંક ૩૭ સુધી પહોંચ્યો છે.
રાજ્યના દરેક જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂની અસરો જાવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સ્લાઇન ફ્લૂના ૩૫ જેટલા કેસ નોધાયા છે. જ્યારે રાજકોટમાં અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થયા છે. જામનગરમાં ૨ વૃદ્ધ મહિલાને સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પહેલા પાટણમાં પણ એક મહિલાનું મોત થયું છે. દિવસેને દિવસે સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગોને કારણે મૃત્યું આક વધી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




