તીરુવનંથપુરમ,તા.૨૮
સર્ચ જાયન્ટ ગૂગલ કેરળમાં આવેલા ભયંકર પૂર પછીના રાહત અને પુનઃવસનની કામગિરી માટે રૂપિયા ૭ કરોડની મદદ કરશે. ગૂગલ કંપનીના ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી હતી.
ગૂગલના સાઉથઇસ્ટ એશિયા અને ઇન્ડિયા, વાઇસ પ્રેસિડેન્ડ રાજન અનાદને જણાવ્યુ કે, “ગૂગલ અને ગૂગલ સાથે જાડાયેલા લોકો કેરળમાં પૂર પછીના રાહતકામ અને પુનઃવસનના કામ માટે રૂપિયા ૭ કરોડની સહાય કરશે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગૂગલ ક્રાઇસિસ રિસ્પોન્સ ટીમે કેરળમાં પૂરમાં ફસાયેલા લોકોને મદદ કરવામાં અને ખોવાયેલા લોકોને શોધવામાં મહત્વની મદદ કરી હતી.
ગૂગલે પર્સન ફાઇન્ડર ટૂલ શરૂ કર્યુ હતુ અને એ દ્વારા પૂરમાં ફસાયેલા અથવા ખોવાયેલા લોકોને શોધવામાં મદદ કરી હતી. આ ટૂલની ૨૨ હજાર લોકોએ મદદ લીધી હતી.
એક અંદાજ મુજબ, કેરળમાં આવેલા સદીના સૌથી મોટા પૂરમાં ૩૦૦થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે અને આઠ લાખથી વધુ લોકો ઘરવિહોણા થયા છે. સરકાર દ્વારા ૨૭૮૭ રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.
કેરળમાં આવેલા ભયાનક પૂરના કારણો લાખો લોકો અસરગ્રસ્ત થયા છે. કુદરતી આપત્તિમાં સપડાયેલા લોકોને મદદ કરવા માટે અનેક લોકો, સંસ્થાઓ આગળ આવી છે. કેન્દ્ર સરકારે કેરળમાં આવેલા પૂરને ગંભીર પ્રકારની કુદરતી આપત્તિ તરીકે જાહેર કરી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



