ત્રિવેન્દ્રમ,તા.૨૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કેરળના પ્રવાસે છે. રાહુલ ગાંધી કેરળના ત્રિવેન્દ્રમ પહોંચ્યા હતા. અહીંયા શશિ થરુર સહિત અન્ય કેટલાક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
રાહુલ ગાંધી કેરળમાં આવેલા વિનાશક પૂરથી પ્રભાવિત થયેલા લોકો સાથે મુલાકાત કરવા કેરળના બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ ચેંગાનૂરમાં રીલીફ કેમ્પમાં આશ્રય લઈ રહેલા લોકો સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી ચેંગાનૂર સીવાય અંગામલી સહિત અન્ય વિસ્તારોનો પ્રવાસ કરશે. તો આ સાથે જ આવતીકાલે પણ રાહુલ ગાંધી કેરળના પૂર પ્રભાવિત અન્ય કેટલાક ક્ષેત્રોની મુલાકાત લેશે.
રાહુલ ગાંધીએ કેરળ પહોંચતાની સાથે પૂરના અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે કેરળમાં આવેલા ભયાનક પૂરે ત્યાં ખૂબ વિનાશ વેર્યો છે. કેરળમાં પૂરના કારણે હજારો એકર ખેતીલાયક જમીન નષ્ટ થઈ ગઈ છે તો આ સીવાય હજારો ઘરો પણ આ પૂરમાં બરબાદ થઈ ગયા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળમાં આવેલા પૂરને રાષ્ટ્રીય સંકટ જાહેર કરવાની અપીલ કરી છે. રાહુલે આ મુદ્દે વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કરતા જણાવ્યું હતું કે કેરળ સાથે વડાપ્રધાન મોદી ભેદભાવ કરી રહ્યા છે.
કેરળમાં સદીનું સૌથી વિનાશક પૂર આવ્યું છે. જેમાં ૩.૪૨ લાખથી પણ વધારે લોકો હજી પણ રાહત શિબિરોમાં રહેવા મજબુર બન્યા છે. પૂરે ચારેકોર વિનાશ વેર્યો છે. પૂરમાં અત્યાર સુધીમાં ૩૨૨ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક લોકો ઘર વિહોણા બન્યા છે. રાજ્યમાં ઘણી જગ્યાએ તો હજી પાણી ઓસરવાનું નામ નથી લેતા. પૂરને લગભગ ૧૦ દિવસનો સમય વિત્યા બાદ આખરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની મુલાકાતે પહોંચ્યા છે.
મોદી સરકાર પર કેરળ સહિતના મુદ્દે ટીકા કરનારા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ સોમવારે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે, હું આવતી કાલે અને પરમદિવસે એમ બે દિવસ કેરળમાં રહીશ. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈશ, રાહત શિબિરોમાં જઈશ અને માછીમારો, જરૂરીયાતમંદોની નિશ્વાર્થભાવે મદદ કરનારા સ્વયંસેવીઓ અને અન્ય લોકોને પણ મળીશ.
તેઓ ત્રિવેન્દ્રમ એરપોર્ટ પહોંચ્યાં હતાં. ત્યાંથી તેઓ ચેંગાનૂરમાં રાહત કેમ્પમાં જઈને પૂર અસરગ્રસ્તોને મળ્યાં હતાં. રાહુલ ગાંધી અલાપુજા અને અંગામલીની મુલાકાત લીધી. ત્યાર બાદ આજે બુધવારે વાયનાડ જીલ્લાના પૂરગ્રસ્તોને મળશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




