જીએસટીમાં જાઈન્ટ પ્રોપર્ટી પર માલિકોને ૨૦-૨૦ લાખ સુધીની છૂટ મળશે

0
8

ન્યુ દિલ્હી,તા.૧૨
નાના વેપારીઓ માટે નિર્ધારિત રૂ.૨૦ લાખના ટર્નઓવર સુધી જીએસટીમાંથી છૂટની મર્યાદા સંયુક્ત પ્રોપર્ટીના મામલે તમામ માલિકોને અલગ અલગ મળશે. જીએસટી લાગુ થયા બાદ છેડાયેલા વિવાદમાં કેરળની ઓથોરિટી ઓફ એડ્‌વાન્સ રુલિંગના ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાઇન્ટ પ્રોપર્ટી પર તમામ માલિકોને ૨૦-૨૦ લાખ સુધી જીએસટીમાં છૂટ મળશે.
જા પ્રોપર્ટીની કુલ વાર્ષિક આવક રૂ. ૨૦ લાખથી વધુ હોય, પરંતુ કોઇ સંયુક્ત માલિકને ૨૦ લાખથી ઓછો હિસ્સો મળતો હોય તો તેને જીએસટી રજિસ્ટ્રેશન લેવાની જરૂર રહેશે નહીં. ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે આ ચુકાદાની દુરોગામી અસરો પડશે.
કારણ કે સર્વિસ ટેક્સનાં જીએસટીમાં સામેલ થયા બાદ લાખોની સંખ્યામાં પ્રોપર્ટીનાં સંયુક્ત માલિકો પર રજિસ્ટ્રેશન અને ટેક્સ કોમ્પ્લાયન્સની તલવાર લટકી રહી હતી. સંયુક્ત માલિકી હક ધરાવતી પ્રોપર્ટી પર તેમાંથી થતી આવક સરખી વહેંચવામાં આવે છે તો ૨૦ લાખની મુકિત મર્યાદા બધાને અલગ અલગ મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY