ફિલપકાર્ટએ માત્ર ૨૪ કલાકમાં જ ૩૦ લાખ મોબાઈલ ફોન વેચ્યાં..!!

0
11

બેંગલુરુ,તા.૧૨
ફિલપકાર્ટ પર બિગ બિલિયન ડેઝ ફેસ્ટિવલ શરૂ થવાની સાથે જ માત્ર એક જ કલાકમાં ગ્રાહકોએ ૧૦ લાખ ફોન ખરીદ્યાં હતાં. કુલ ૨૪ કલાકમાં ૩૦ લાખથી વધુ ફોન વેચાયા હતા એટલે કે દર સેકન્ડે ૩૫ ફોનનું વેચાણ થયું હતું. કુલ વેચાણની વાત કરીએ તો કંપનીએ ૨૬ કલાકમાં એટલો બિઝનેસ કરી લીધો જેટલો ગઇ સાલ પાંચ દિવસમાં થયો ન હતો. કંપનીનો દાવો છે કે દેશમાં વેચાણનો આ એક નવો રેકોર્ડ છે.
એટલું જ નહીં નવા ફોનની સાથેસાથે રિફર્બિશ્ડ ફોનની પણ જારદાર ખરીદી કરી હતી. સેલ શરૂ થવાની સાથે જ ૨૪ કલાકની અંદર ફિલપકાર્ટના પ્રાઇવેટ લેબલ ૨ ય્ઙ્ ૩૫ ટકાની ઝડપથી વધ્યું હતું. આ સેલ ૧૪ ઓક્ટોબર સુદી ચાલુ રહેશે.
મોટા એપ્લાયન્સીઝની બાબતમાં ટીવીએ બાજી મારી છે. ૧૦ ઓક્ટોબરે દુનિયાભરમાં વેચાયેલ દર ચાર ટીવીએ એક ટીવી ફિલપકાર્ટ પરથી ખરીદવામાં આવ્યું છે. સ્માર્ટ સ્પીકરની બાબતમાં પણ ગૂગલ હોમે એલેક્સાને પાછળ રાખી દીધું. દર બે સેકંડે ત્રણ હેડફોન ખરીદવામાં આવ્યાં હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY