પાકિસ્તાનની ચૂંટણી માટે ચૂંટણી પંચની ગાઈડલાઈન
પાડોશી દેશ પાકિસ્તાનમાં 25 જુલાઈએ થનારી ચૂંટણીને લઈને ભારતમાં પણ ખાસી ઉત્સુકતા છે. ચૂંટણીમાં કઈ પાર્ટી જીતે છે તેના પર ભારતના રાજકીય નિષ્ણાતોની પણ નજર રહેશે. જોકે જીતનુ અનુમાન લગાવવા માટે કોઈને મત આપવા અંગેનો સવાલ પૂછવો પણ મુશ્કેલી ઉભી કરી શકે છે.કારણકે પાકિસ્તાનના ચૂંટણી પંચે જાહેર કરેલી ગાઈડ લાઈન પ્રમાણે મતદારને કોઈ જો એવો સવાલ પૂછશે કે તે કોને મત આપ્યો છે તો સવાલ પૂછનારને 3 વર્ષની જેલ અથવા તો એક લાખ રુપિયા દંડ થઈ શકે છે. જો સવાલ પૂછનારની તકદીર વધારે ખરાબ હોય તો તેને જેલ અને દંડ બંને થઈ શકે છે. પાકિસ્તાનના અખબારે જણાવ્યા પ્રમાણે જાહેરનામામાં અન્ય પણ કેટલીક બાબતો છે જેના પર પ્રતિબંધ લગાવાયો છે.જેનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. ગાઈડલાઈન પ્રમાણે મતદાન કરવા માટે કે નહી કરવા માટેના નિર્ણય બદલ ગિફ્ટ આપવાની કે ગિફ્ટની ઓફર કરવામાં આવશે તો પણ તે ગુનો ગણાશે. જે બદલ જેલની અથવા દંડની સજા થઈ શકે છે.


જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




