માનવીના જીવની કિંમત કેટલી? આનો જવાબ કિંમત કોણ આંકે છે એની પર રહેલો છે. આપ્તજનોને પોતાના માણસનું મૂલ્ય હોય, કારણ એ વ્યકિત કુટુંબનો મહત્વપૂર્ણ હિસ્સો છે – અંગ છે. સરહદે શહીદ થતા જાંબાઝ સિપાહીના જીવનું મહત્વ છે એટલું જ મહત્વ દિવસભર મજૂરી કરીને પેટિયું રળતા મજૂરના જીવનું છે. દેશના નાગરિકોના જીવનું સૌથી વધુ મહત્વ કે કિંમત સરકારને હોવી જાઇએ. કેમ કે આ તમામે તમામ લોકો સૌ પ્રથમ દેશના નાગરિકો છે.
પરંતુ શું સરકાર આ વાત સમજે છે ખરી? કોઇ કુદરતી કે અકુદરતી હોનારત વખતે સરકારની ખરી કસોટી થઇ જાય છે. મેઘાલયની એક ખાણમાં કામ કરતા ૧૫ ખાણિયા છેલ્લાં ૨૨-૨૩ દિવસથી ફસાઇ ગયા છે. લુમધારી ગામની આ ખાણમાં ૩૭૦ ફૂટ ઊંડે બાજુમાં વહેતી નદીનું ધસમસતું પાણી ફરી વળ્યું છે. ખાણિયાઓ હજી ફસાયેલા છે. સરકાર શું કરી રહી છે. જવાબદાર અધિકારીઓ અન્ય એજન્સીઓના પ્રયાસો સતત નિષ્ફળ જઇ રહ્યા હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી.
અંતે સર્વોચ્ચ અદાલતે એક પીઆઇની સુનાવણી દરમિયાન આની ગંભીર નોંધ લઇને સરકારની ઝાટકણી કાઢી હકીકતમાં ‘ઝાટકણી’ શબ્દ પણ જરા નરમ લાગે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ ખાણમાં સપડાયેલા ખાણિયાઓ માટે એક-એક ક્ષણ મહત્વની છે. પંપ દ્વારા પાણી ખેંચવામાં નિષ્ફળતા મળી રહી છે તો લશ્કરની મદદ કેમ લેતા નથી? લોકોના જીવન-મરણનો પ્રશ્ર્ન છે. ઝડપી, તત્કાળ અને અસરકારક આૅપરેશન અનિવાર્ય છે. આ બાબતમાં સરકાર શું પગલાં લેવા ધારે છે એનો જવાબ કોર્ટે શુક્રવાર સુધીમાં માગ્યો છે.
એક આખો દિવસ પંપ વાટે પાણી સિંચવાની કામગીરીને અંતે પાણીની સપાટી માડ ૧૬ ઇંચ ઘટી હતી. કઇ રીતે આ આખું આૅપરેશન થઇ રહ્યુ છે એ વાત અહીં સ્પષ્ટ થઇ જાય છે.
નેવી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પાન્સ ફોર્સના જવાનો આૅપરેશનમાં જાડાયા છે. આ ફોર્સના ૭૨ સભ્યો કામે વળગ્યા હોવા છતાં ખાણિયાઓને જીવતા કે મરેલા – બહાર કાઢી શકાયા નથી. સુપ્રીમ કોર્ટનો પ્રશ્ર્ન એ જ છે કે લશ્કરની મદદ કેમ લીધી નહીં.
આંચકાદાયક વાત એ છે કે ગયા વર્ષે જૂન-જુલાઇમાં થાઇલેન્ડની ગુફામાં સપડાયેલી ફુટબોલ ટીમના ખેલાડીઓને બહાર કાઢવા માટે આપણી ભારતીય કંપની – કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડે તેના હાઇ-પાવરના વાટર પંપો અને અન્ય ટૅÂક્નકલ સપોર્ટ સિસ્ટમ રાયલ થાઇ સરકારને મોકલ્યા હતા. આ કંપનીએ ખાણીયાઓને બહાર કાઢવા માટે સહાય આપવાની આૅફર પણ કરી હતી. પરંતુ એમની મદદ કેમ નહીં લેવાઇ હોય એ પણ એક મૂંઝવતો પ્રશ્ર્ન છે.
ખાણમાં ફસાયેલા ખાણિયાઓના કુટુંબીજનો પર આફતના ઓળા ઉતરી આવ્યા છે. તેમણે પોતાના આપ્તજનો જીવતા હોવા વિશેની આશા ય છોડી દીધી છે. કેટલાક કુટુંબોએ તો ત્યાં સુધી કહ્યુ કે અમને અંતિમક્રિયા માટે તો એમના મૃતદેહો બહાર લાવી આપો !
સરકાર માટે આથી વધુ શરમજનક વાત બીજી કઇ હોવી જાઇએ. માનવીઓના જીવની કિંમત સરકારને નથી, પરંતુ આપ્તજનો ગુમાવી બેઠેલાઓને તો છે જ. જેમના મતો પર તાગડધિન્ના કરીને રાજ કરે છે એ સરકાર મતદારો-નાગરિકોના જીવનું મૂલ્ય કિયારે સમજશે?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


