ગુજ. હાઇકોર્ટના પાર્કિગ પોલિસીના આદેશ પર ડિવિઝન બેન્ચે સ્ટે આપ્યો

0
16

અમદાવાદ,તા.૨૬
ગુજરાતા હાઇકોર્ટે ૧૭મી ઓક્ટોબરે ચુકાદો આપ્યો હતો કે મોલ-મલ્ટિપ્લેક્સ મુલાકાતીને એક કલાક માટે ફ્રી પાર્કિંગ આપવું પડશે અને ત્યારબાદ ટુ-વ્હીલર પાસેથી મહત્તમ રૃપિયા ૧૦ અને ફોર-વ્હીલર પાસેખી મહત્તમ ૩૦ રૃપિયા વસૂલી શકાશે. શરૃઆતની એક કલાક ફ્રી પા‹કગ આપવાના આદેશ પર ફેર વિચારણા કરવા કેટલાંક મોલ-મલ્ટિપ્લેક્સ માલિકોએ લેટર્સ પેટન્ટ અપીલ દ્વારા અરજી કરી છે. જેની સુનાવણી આજે શુક્રવારે હાથધરવામાં આવી હતી. જેનામાં ડિવિઝન બેન્ચે હાઇકોર્ટના પા‹કગ પોલિસીના આદેશ ઉપર સ્ટે મુક્્યો છે.
મોલ-મલ્ટિપ્લેક્સ માલિકોની રજૂઆત છે કે પા‹કગ ફી તરીકે મળતી રકમમાંથી પા‹કગનુ મેઇન્ટેનન્સ અને સિક્્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે છે, તેથી પા‹કગ ફી જરૃરી છે. શરૃઆતના એક કલાક ફ્રીમાં પા‹કગ આપવામાં આવે તો નુકસાનની આશંકા અરજદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અરજદારોની માગણી છે કે હાઇકોર્ટ આ ચુકાદા પર પુનઃવિચારણા કરે. અમદાવાદ, સુરત અને વડોદરાના પોલીસ કમિશનરોએ મોલ-મલ્ટિપ્લેક્સને આદેશ આપ્યો હતો કે મોલ-મલ્ટિપ્લેક્સ જાહેર સ્થળમાં આવતા હોવાથી ત્યાં પા‹કગ ચાર્જ લેવામાં ન આવે. જેને પડકારતી અરજીમાં હાઇકોર્ટે મોલ-મલ્ટિપ્લેક્સ માલિકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મોલ અને મલ્ટિપ્લેક્સ પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાના મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં પોલીસે સોગંદનામુ આપ્યું છે. પોલીસના સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે જાહેરસ્થળે પા‹કગ પુરુ પાડવું તે સંચાલકોની જવાબદારી છે. પા‹કગ ચાર્જ ઉઘરાવી અને લોકોને રસ્તા પર વાહન પાર્ક કરવા મજબૂર કરવા તે કાયદેસરતાનો ગુનો છે. પોલીસે સોગંદનામામાં તે પણ કહ્યું છે કે, જાહેરહિતની અરજીમાં આપેલા ચુકાદા અને નિર્દેશોનું પાલન કરવું તે પોલીસની પ્રાથમિક જવાબદારી છે. જાહેરહિતમાં અપાયેલા નિર્દેશોનું ખરા અર્થમાં પાલન કરવું તે જનતાની સુખાકારી માટે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY