સતત ત્રીજા મહિને ચોમાસું નબળું રહ્યું : હવામાન ખાતું

0
20

જૂનમાં ૯૫ ટકા અને જુલાઈમાં ૯૪ અને આૅગસ્ટમાં ૯૨ ટકા વરસાદ નોંધાયો
ન્યુ દિલ્હી,તા.૧૧
કેરળનો મોટાભાગનો વિસ્તાર પૂરનાં પાણી હેઠળ ડૂબી ગયો છે અને અનેક રાજ્યમાં વધારેપડતો વરસાદ થયો હોવા વચ્ચે હવામાન ખાતાએ બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં દર્શાવ્યાનુસાર આૅગસ્ટમાં દેશભરમાં સરેરાશ વરસાદમાં સૌથી વધુ ખાધ રહી હતી.
સતત ત્રીજા મહિને ચોમાસું સામાન્ય કરતાં નબળું રહ્યું હતું. જૂનમાં ૯૫ ટકા અને જુલાઈમાં ૯૪ ટકા બાદ આૅગસ્ટમાં સતત ત્રીજા મહિનામાં સરેરાશ ૯૨ ટકા વરસાદ નોંધાયો હતો, એમ હવામાન ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું હતું. ઉત્તર અને ઈશાન ભારતમાં પડેલો ઓછો વરસાદ આ માટે જવાબદાર હોવાનું આંકડાઓમાં દર્શાવવામાં આવ્યું હતું.
સત્તાવાર રીતે વાયવ્યનું ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી રહે છે અને સામાન્ય રીતે ૧૫ સપ્ટેમ્બરથી તે રાજસ્થાનથી વિદાય લેવાનું શરૂ કરે છે ને ધીરે ધીરે પૂરું થાય છે, એમ તેમણે કહ્યું હતું.
બનવાજોગ, આૅગસ્ટમાં કેરળમાં અસાધારણ વરસાદ વરસ્યો હતો અને તેને કારણે રાજ્યમાં પૂરની પરિસ્થિતિ નિર્મામ પામી હતી અને મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા.
કેરળ, કર્ણાટકનો કિનારા પ્રદેશ, દક્ષિણ કર્ણાટકનો અંતરિયાળ વિસ્તાર, તેલંગણા, આંધ્ર પ્રદેશ કિનારા વિસ્તાર અને જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો હતો તો લક્ષદ્વીપ, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્રિ્‌ચમ મધ્ય પ્રદેશ, ઝારખંડ, પં.બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પ. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં પ્રમાણમાં ઓછો વરસાદ પડ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
એકંદરે આૅગસ્ટમાં સામાન્ય ૨૬૧.૩ મિ.મી.ને બદલે ૨૪૧.૪ મિ.મી. વરસાદ પડ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY