ભરૂચ જિલ્લા ના હાંસોટ માં અગમ્ય કારણસર યુવાન ની હત્યા,સમગ્ર વિસ્તાર માં પોલીસ તૈનાત.

0
67

બનાવ ની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ
ભરૂચ જીલ્લા ના હાંસોટ મુકામે બસ સ્ટેન્ડ માં ગત રાત્રીના સમયે અદનાન શેખ રહે નાસીરવાડા હાંસોટ જિલ્લો ભરૂચ લઘુશંકા એ ગયો હતો તે દરમ્યાન રવિ મિસ્ત્રી.દીપેશ મિસ્ત્રી.વૈભવ મિસ્ત્રી.તેમજ અન્ય છ જેટલા ઇસમો એ અદનાન શેખ સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા થયેલ મારામારી માં અદનાનને ઈજાઓ પહોચતા તેને વેલ્ફેર હોસ્પિટલ માં લઇ જવાતા ફરજ પર ના તબીબે અદનાન ને મૃત જાહેર કરેલ.

બસ સ્ટેન્ડ પાસે થયેલ ઝગડામાં મુસ્લિમ યુવાન નું મોત થવા અંગે ના સમાચાર હાંસોટ માં ફેલાતા બહુ ચર્ચિત હાંસોટ ગામ નું વાતાવરણ તંગ બન્યું હતું.બનાવ ની જાણ પોલીસ વિભાગ ને થતા જ પોલીસ ના કાફલો હાંસોટ ખાતે તાત્કાલિક પહોંચી ગયો હતો.મુસ્લિમ યુવક ની હત્યા થી વાતાવરણ માં કોઈ અન્ય અનિચ્છનીય બનાવ બને તે પહેલાં હાંસોટ પોલીસ છાવણીમાં તબદીલ થઈ ગયું હતું.

હાંસોટ પોલીસે મૃતક ના ભાઈ અબ્દુલ કાદિર ની ફરિયાદ લઇ ૯ જેટલા હુમલાખોરો સામે હત્યા નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા હાલ હાંસોટ માં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ પરિસ્થિતિ હાલ નિયંત્રણ માં છે.

રિપોર્ટ સલીમભાઈ
પ્રકૃતિ સુરક્ષા સમિતિ
અંકલેશ્વર.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY