કપડવંજ ખાતે આંતરરાષ્ટ્રીય બાળ મજુરી નાબૂદી દિન નિમિતે રેલી યોજાઇ

0
8

નડિયાદ–બુધવાર: તા.૧૨મી જૂન આંતરરાષ્ટ્રીય બાળ મજૂરી નાબૂદી દિન નિમિત્તે જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ અને એમ.પી. મ્‍યુનિસિપલ હાઇસ્‍કુલ, ક૫ડવંજના સંયુકત ઉપક્રમે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રેલી યોજવામાં આવી હતી.

આ રેલીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદના મહેશભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર કપડવંજ, ચાઇલ્ડ લાઇન-ક૫ડવંજ, ક૫ડવંજ ટાઉન પોલીસના કર્મચારીગણ સોશ્યલ વર્કર પોપટસિંહ ઝાલા, એમ.પી. મ્‍યુનિસિપલ હાઇસ્‍કુલના આચાર્ય સહિત શિક્ષક મિત્રો તથા મોટી સંખ્‍યમાં બાળકો હાજર રહ્યા હતા.

રેલીનો પ્રારંભ તાલુકા વિકાસ અધિકારી એ.કે.ઝાલાએ લીલીઝંડી બતાવીને કરાવ્યો હતો. અને આ રેલી એમ.પી. મ્‍યુનિસિપલ હાઇસ્‍કુલથી ક૫ડવંજ શહેરના વિવિઘ મુખ્‍ય માર્ગો ઉ૫ર થઇને ૫રત એમ.પી. મ્‍યુનિસિપલ હાઇસ્‍કુલના પટાંગણમાં સભામાં ફેરવાઇ હતી.

આ રેલીમાં એમ.પી. મ્‍યુનિસિપલ હાઇસ્‍કુલના ૪૫૦ વિદ્યાર્થીઓએ જોડાઇને બાળમજૂરી નાબુદી અભિયાન અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને બાળમજૂરી અટકાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. રેલી દરમિયાન જાહેર જનતાને બાળકો પાસે બાળમજૂરી ન કરાવવા અનુરોધ કરી બાળકોને તેમના હકકો અપાવતાં વિવિધ સૂત્રો દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

જિલ્લા બાળસુરક્ષા એકમ, નડિયાદના કચેરીના કર્મચારીઓ દ્વારા સંકલિત બાળસુરક્ષા યોજનાની માહિતી દર્શાવતા હેન્ડબીલનું રેલી દરમિયાન વિતરણ કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ બાળકોના મૂળભૂત અધિકારો જેવાં કે જીવન જીવવાનો અધિકાર, સર્વાંગી વિકાસનો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર તથા સહભાગીતાનો અધિકાર અપાવવાનો હતો.

રેલી શાળા ખાતે આવી પહોંચતા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓએ બાળકોને તેમના અધિકારોની સમજ આપવામાં આવી હતી. જયારે શાળામાં ઉપસ્થિત રહેલ વાલીઓ અને ગ્રામજનોને સંકલિત બાળસુરક્ષા તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી અને રાજય સરકારની જુદી જુદી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY