રાજ્યપાલ અનિલ બૈજલના આવાસની બહાર ધરણા પ્રદર્શન કરતા નજરે પડ્યા હતા. અલબત્ત આમાં કોઇ નવી બાબત નથી. કારણ કે દિલ્હીમાં અરવિન્દ કેજરીવાલની સરકાર બન્યા બાદથી જ વિરોધ પ્રદર્શન કરતી રહી છે. આ સરકાર હમેંશા આંદોલનના મુડમાં રહી છે. પ્રથમ વખત મુખ્યપ્રધાન બન્યા બાદ તરત જ કેજરીવાલે રાત્રી ગાળા દરમિયાન રેલ ભવનની સામે અગાઉ ધરમા પ્રદર્શન કર્યા હતા. ગયા મહિનામાં પણ સીસીટીવીની ફાઇલ પાસ કરવાની માંગને લઇને કેજરીવાલ પોતાના પ્રધાનોની સાથે ધરમા પર બેઠા હતા. આ વખતે ધરણા પર બેસવા માટેના કારણ જુદા છે. આ વખતે તેમની ખેંચતાણ બ્યુરોક્રેસીને લઇને છે. તેની સાથે તેમની લાંબી ખેંચતાણ ચાલી રહી છે. બ્યુરોક્રેસી હડતાળ પર છે તેમ તેમનો આરોપ છે. બીજી બાજુ અધિકારીઓનો દાવો છે કે તેઓ તમામ કામ મંત્રીઓના લેખિત આદેશ પર કરી રહ્યા છે. મુખ્યપ્રધાનની માંગ છે કે દિલ્હી સરકારમાં કાર્યરત આઇએએસ અધિકારીઓની હડતાળનો અંત લાવવામાં આવે. કામ રોકનાર અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવે. દરવાજે દરવાજે રેશનિંગ પહોંચાડી દેવાની યોજનાને લીલીઝંડી આપી દેવામાં આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


