વિવિધ વિષયોના માર્ગદર્શન સાથે ૬૫૦ જેટલા વિર્ધાર્થીઓએ લીધેલો લાભ

રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાના માર્ગદર્શન અંગે એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા : નર્મદા જિલ્લાના મુખ્યમથક ખાતે સરદાર ટાઉન હોલમાં પ્રાયોજના વહિવટદારની કચેરી રાજપીપળા, આદિજાતિ વિકાસ વિભાગ અને શબરી ફાઉન્ડેશન અમદાવાદના સંયુકત ઉપક્રમે સ્પર્ધાત્મક પરિક્ષાની પૂર્વ તૈયારી માટે આદિવાસી સમાજના વિધાર્થીઓ માટેના માર્ગદર્શન અંગે એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમને ભરૂચ વિસ્તારના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટર આર.એસ.નિનામા, પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયા, શબરી ફાઉન્ડેશનના પ્રમુખ હેમરાજભાઇ રાણા, સામાન્ય વહિવટ વિભાગના ઉમેદભાઇ વસાવાની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી ખૂલ્લો મૂકાયો હતો.

આ પ્રસંગે ભરૂચ વિસ્તારના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતુંકે, ગરીબ અને આદિવાસી પરિવારના ભણેલા વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષાનું પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે સરકાર ધ્વારા આ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાનએ જણાવ્યું છે કે, તમારા જિલ્લામાં લોખંડી પુરૂષની પ્રતિમા બની છે તો જિલ્લાનો દરેક યુવા લોખંડી પુરૂષ જેવો હોવો જોઇએ. નર્મદા જિલ્લામાં ૧૪ હજાર જેટલા યુવાઓને ગૃપથી જોડવામાં આવ્યાં છે. આ યુવાઓ સમાજ-કુટુંબ-જિલ્લા માટે કામ કરે તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે. ઇન્ફોરમેશન ટેકનોલોજીના જમાનામાં ગુગલ સર્ચ કી દરેક માહિતી મેળવી શકાય છે. હાર્ડવર્ક સાથે સ્માર્ટવર્ક કરવાની શિખામણ આપતા નિનામાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના વહીવટમાં મદદ કરવા સફળ થાઓ અને તે માટે સતત મહેનત કરતા રહો, છેલ્લી ઘડી સુધી સખત મહેનત કરો, સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જવલંત સફળત મેળવો તેવી શુભેચ્છા નિનામાએ વ્યકત કરી હતી.
આજના આ એક દિવસીય પરિસંવાદનો નર્મદા જિલ્લાના કુલ ૬૫૦ જેટલા વિધાર્થી ભાઇ-બહેનોએ લાભ લીધો હતો. આ પરિસંવાદમાં નાયબ કલેકટર ભરૂચ સર્વ મિતેશભાઇ પટેલ અને મિતેશભાઇ વસાવા-, નાયબ કલેકટર નર્મદા ર્ડો. જનમ ઠાકોર, મદદનીશ કમિશનર, આદિજાતિ વિકાસ રાજપીપળા વિરેન્દ્રસિંહ વસાવા, તાલુકા વિકાસ અધિકારી સાવલી મનહર દેસાઇ અને મામલતદાર નાંદોદ અરવિંદ ભાટીયા વગેરેએ વિષય તજજ્ઞતા સાથે માર્ગદર્શન પુરૂં પાડયું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં શબરી ફાઉન્ડેશનના પ્રમુખ હેમરાજભાઇ રાણાએ શાબ્દીક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જયારે અંતમાં રાજપીપળા પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયાએ આભારદર્શન કર્યું હતું. આ પ્રસંગે ર્ડો. રવિભાઇ દેશમુખ, રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા લાભાર્થી વિધાર્થી ભાઇ-બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


