ભરૂચ હાઈવે પર એચપી ગેસનાં સિલિન્ડર ભરેલી ટ્રક ડ્રાયવરે કાબુ આગળ ચાલતા વાહનમાં ભટકાતા કેબિનમાં ડ્રાયવર ફસાયો.

પાલેજ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપરથી આજરોજ સવારના એચપી ગેસનાં બોટલો ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો હતો. ટ્રકનાં ચાલકે કાબુ ગુમાવતાં આગળનાં વાહનમાં જઈને ભટકાતાં ટ્રકની કેબિનનો ખુરદો બોલી ગયો હતો. જેના કારણે ટ્રકનો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો.

ભરૂચ- પાલેજ નેશનલ હાઈવે નંબર ૪૮ પર કરગટ ચોકડી પાસેથી મંગળવાર સવારના એચપીનાં ગેસ બોટલો ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો.ત્યારે ટ્રકનો ચાલક કિરણ ચંદુ રાઠોડ માર્ગ ઉપરથી પસાર થતાં કોઈ કારણોસર સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં તેની આગળ ચાલી રહેલા વાહનમાં જઈને ભટકાયો હતો.

અકસ્માતના પગલે કેબિનના ભાગનો ખુરદો બોલી જતાં ડ્રાયવર કિરણ કેબિનમાં જ ફસાઈ ગયો હતો. અકસ્માતને પગલે વાહન ચાલકો અને સ્થાનિક લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જેમણે ડ્રાયવરને બહાર કાઢવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.ત્યાર બાદ 108ની ટીમ સ્થળ ઉપર આવી પહોંચતાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





