આરોપ સાબિત થશે તો રાજકારણ છોડી દઈશ : હરિભાઇ ચૌધરી

0
51

હરિભાઇ ચૌધરી પર મોઇન કુરેશી કેસ મામલે ૨ કરોડ રૂપિયા ચૂકવ્યાનો આરોપ
પાલનપુર,તા.૨૭
કોલસા અને ખનીજ ઉત્ખનન મંત્રી હરિભાઇ ચૌધરીએ પાલનપુરના સામઢી ગામે શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મંત્રીએ ૨ કરોડ લાંચ મામલે નિવેદન આપ્યું હતું કે, સરકાર સમગ્ર મામલાની તપાસ કરાવે, આરોપ સાબિત થશે તો હું રાજકારણ છોડી દઇશ આ આક્ષેપો પાયા વિહોણા છે હું જેને ઓળખતો નથી તેણે મારા પર આરોપ લગાવ્યા છે.
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, ‘ ૨૬ વર્ષના રાજકરણમાં ઝભ્ભા પર કોઇ દાગ પડવા દીધો નથી. જા આક્ષેપો સાબિત થશે તો હું રાજકારણ છોડી દઇશ. હું પહેલેથી નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે જ ફરૂં છું. હું કોઇપણ એવું કામ નહીં કરૂં જેનાથી બનાસકાંઠા વાસીઓનું માથું ઝૂકે. ‘
થોડા દિવસ પહેલા સીબીઆઈના ડીઆઇજી એમ.કે. સિંહાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી કહ્યું હતું કે, માંસના વેપારી મોઈન કુરેશી કેસના સાક્ષી સતીશ બાબુ સનાએ કોલસા અને ખાણ-ખનિજ રાજ્ય મંત્રી અને બનાસકાંઠાના સાંસદ હરિભાઈ પરથીભાઈ ચૌધરીને લાંચ આપવામાં આવી છે. આ પિટિશનમાં દાવો કરવામાં આવ્યો છે કે, જૂન ૨૦૧૮ના પ્રથમ પખવાડિયામાં મોઇન કુરેશી કેસ મામલે હરિભાઈને ૨ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY