યુવકની હત્યા કરીને દાટી દેવાયેલી લાશ બહાર કઢાઈ

0
6

હિંમતનગર,તા.૧૭
હિંમતનગર તાલુકાના ચાંદરણી ગામના ૩૫ વર્ષીય યુવકને સગા કાકાના દીકરાએ નજીવી બાબતમાં મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે ખેતરમાં લઇ જઇ લાશને દાટવામાં આવી હતી. આ દરમિયાન દરમિયાન જાઇ ગયેલી ખેતમજૂરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતે સુરક્ષિત ન હોવાની લાગણી અનુભવતા મૃતકની બહેનને જાણ કરતા કરપીણ હત્યાનો ભાંડો ફૂટ્યો હતો.
ભવાનજી ઉર્ફે ભલાજીને બે બહેનો છે તેમની માતાનું વર્ષો પહેલા અવસાન થઇ ગયું હતું અને તેમની કાકી કે જે માસી પણ થાય છે. તેમણે ત્રણેયને મોટા કર્યા હતા અને ભવાનજીના પિતા દીકરીના ઘેર રહે છે. દોઢેક માસ અગાઉ ભવાનજી ઉર્ફે ભલાજી ભીખાજી તેના કાકાના દીકરા રણજીત ઉર્ફે મિતેશ રામાજી ચૌહાણ સાથે જમવા બેઠા હતા. તે દરમિયાન રાત્રે સાડા નવેક વાગ્યે બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને મિતેશ રામાજી ચૌહાણે ભવાનજીને મોતને ઘાટ ઉતાર્યા હતા. રાત્રે લાશને ઘરમાં જ મૂકી રાખી બીજા દિવસે બપોરે એક વાગ્યે મોતીજી કેશાજી ચૌહાણની મદદથી ખેતરમાં લઇ જઇ ખાડો ખોદી લાશને દાટી દીધી હતી. આ દરમિયાન ખેતરમાં કામ કરતા વિષ્ણુજી ચૌહાણ જાઇ જતા તેમની નજીક આવ્યો હતો. મોઢા પરનુ મીણીયુ હટાવી જાતા ભવાનજી ઉર્ફે ભલાની હત્યા થઇ હોવાની ખબર પડતા વિષ્ણુજી હેબતાઇ ગયો હતો. તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારથી તે ગભરાઈ ગયો હતો.
થોડા સમય બાદ તેણે મૃતકની બહેનોને જાણ કરી હતી. અને તેમણે ગાંભોઇ પોલીસને જાણ કરતા તા. ૧૫/૦૫/૧૯ના રોજ હત્યાનો ગુન્હો નોંધી તા.૧૬/૦૫/૧૯ નારોજ હિંમતનગર મામલતદારની ઉપસ્થિતિમાં ચાંદરણી ગામે જઇ બંને હત્યારાઓએ બતાવેલ જગ્યાએ ખોદકામ કરી ભવાનજી ઉર્ફે ભલાજીની લાશ બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY