રિસેપ્શન પછી તરત કામે ચડી જઈશું : દીપવીર

0
15

મુંબઈ,તા.૨૭
ટોચની કલાકાર જાડી રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણે કહ્યું હતું કે પહેલી ડિસેંબરે મુંબઇમાં યોજાએલા અમારા લગ્નના રિસેપ્શન પછી તરત અમે કામ પર ચડી જવાનાં છીએ.
‘અમારાં જે કમિટમેન્ટ્‌સ છે એ અમારે સમયસર પૂરાં કરવાનાં છે એટલે મુંબઇમાં રિસેપ્શન પૂરું થાય કે બીજા જ દિવસે અમે કામ પર ચડી જવાનાં છીએ’ એમ આ નવદંપતીએ કહ્યું હતું.
ખમતીધર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની રામલીલા-ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત એમ ત્રણ ત્રણ ફિલ્મો સાથે કરતાં આ બંને વચ્ચે પ્રણય સ્થપાયો હતો અને છેલ્લા થોડા મહિનાથી એમનાં લગ્નની વાતો થતી રહી હતી.
દીપિકાએ લગ્નની તારીખને ધ્યાનમાં રાખીને કોઇ નવી ફિલ્મ સ્વીકારી નહોતી. રણવીર હાલ રોહિત શેટ્ટી અને કરણ જાહરની સિમ્બાપૂરી કરવાની ધમાલમાં છે. એણે એ પહેલાં ઝોયા અખ્તરની ગલી બાય પૂરી કરી હતી. સિમ્બા પછી એ કબીર ખાન જાડે ૧૯૮૩ના વર્લ્ડ કપ ક્રિકેટની કથા કહેતી ફિલ્મ ૮૩ શરૃ કરશે એવી ધારણા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY