હળપતિ ખેતમજૂરની જમીન પચાવી પડતા ૧૬ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

0
10

સુરત, તા. ૦૮
કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે રહેતા એક હળપતિ ખેતમજૂરની જમીનïનો કબજા આંચકી લેનારા ૧૬ ઈસમો સામે કામરેજ પોલીસ મથકમાં એટ્રોસિટી તથા બળજબરીપૂર્વક જમીન આંચકી લેવાનો ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગવાવ ગામના વતની અને હાલમાં ચોર્યાસી તાલુકાના લાજપોર ગામના ભંડોળ ફળિયામાં રહેતા જયંતિભાઈ મોહનભાઈ રાઠોડ (હળપતિ)ની એક જમીન કામરેજ તાલુકામાં આવેલી છે. આ જમીમાં તેઅો વર્ષોથી ખેડાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્ના છ. ગત – ૨૦૧૩થી આજદિન સુધીમાં આરોપી જયેશ પરબતભાઈ ગોજિયા, રામભાઈ ચાવડા દેવાનંદભાઈ ચાવડા, પરબતભાઈ ચાવડા, રામદેવ ફંડોરિયા, નાથાભાઈ કડોરિયા, ગોગન ભાઈ કંડોરિયા, હેમંત કંડોરિયા, રામસીભાઈ કરમુર પરબતભાઈ કાબડિયા રાજભાઈ કાબડિયા મસરીભાઈ કાબડિયા, લક્ષ્મણભાઈ ગોજીયા, રાયડભા કરનારા તથા ઉનીલïભાઈ વિગેરેઅોએ તેમની જમીન પર કબજા કરી ખેતમજૂરની જમીન હડત પકરી ગેરકાયદેસર કબજા કર્યાછે. ખેત મજૂર કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે જગ્યાનું પંચનામું પણ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY