કામરેજમાં મોબાઈલ કંપનીનો ટાવર સળગાવી દેવાતા ફરિયાદ

0
10

અજાણ્યા લોકોએ આખો ટાવર ફૂંકી માર્યો
સુરત, તા. ૧૯
કામરેજ ધોરણ પારડી પાસે આવેલ ઈન્ડસ કંપનીના ટાવર કોઈ અજાણ્યા ઈસમોએ સળગાવી દઈ રૂ. ૭.૭૧ લાખનું નુકસાન કરી ફરારથઈ ગયા હોવાનો પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાન જાધપુર જિલ્લાના વતની અને હાલમાં પાલ-લેકગાર્ડન એકલવ્ય રો હાઉસ ખાતે હનુમાન સિંહ ગણપતિસિંહ ભાટી રહે છે. તેઓ કામરેજ ધોરણ પારડી ગામ પાસે ઈન્ડક્ષ કંપનીમાં નોકરી કરે છે. આજથી પાંચ સાત દિવસ પહેલાં ઈન્ડસ કંપનીના સાત ટાવરો સળાગી નાખ્યા હોવાનું જાણવા મળતા હનુમાનસિંહ ભાટી અને કંપનીના અધિકારીઓએ જાત તપાસ કરતા આ ટાવરો કોઈ અજાણ્યા ઈસમે સળગાવી નાંખી રૂ. ૭.૭૧ લાખનું નુકસાન કરી ફરાર થઈ ગયા હતા. કંપનીના કર્મચારીએ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૪૨૭ તથા ૪૩૬ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું કરી આસપાસમાં રહેતા લોકોના નિવેદનો પણ નોંધ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY