હાર્વે સામે ૮૦ના આરોપો

0
315

અમેરકામાં હાર્વે વાઇનસ્ટોન જેવા ખુબ જ શક્તશાળી સિનેમા દિગ્ગજની સામે ૮૦થી વધુ મહિલાઓ દ્વારા શારરિક શોષણ કરવાના આરોપો મુકવામાં આવ્યા હતા.

૩૦ વર્ષ સુધી મહિલાઓ શાંત અને મૌન રહી હતી. કારણ કે સમાજના લોકો તેમના આરોપોને સાંભળવા માટે તૈયાર ન હતા. વાઇનસ્ટીન શક્તશાળી હતો. તે લોકોની કિસ્મત સુધારી દેતો હતો અને બગાડી પણ દેતો હતો. આખરે સમય બદલાઇ ગયો અને મહિલાઓ પણ બદલાઇ હતી. આજે તેઓ જેલમાં છે. આવી જ રીતે ટીવી સ્ટાર બિલ કોસ્બી પણ ૮૦ વર્ષની વયમાં આજે જેલની હવા ખાઇ રહ્યા છે. છેલ્લા ૨૦ વર્ષમાં દેશમાં હવા બદલાઇ ગઇ છે. મહિલાઓ સ્ટેરિયટાઇપ એટલે કે રૂઢીવાદી વ્યવસ્થાને તોડીને બહાર આવી રહી છે.

બાબા સાહેબ આમ્બેડકરે તો ખુબ પહેલા જ કહી દીધુ હતુ કે ભારતીય બંધારણમાં મહિલા અને પુરૂષોને એક સમાન અધિકાર તો આપી દેવામાં આવ્યા છે પરંતુ સમાજના લોકો યોગ્ય વર્તન કરી રહ્યા નથી. દલિતોને બંધારણીય બરોબરી તો મળી ગઇ પરંતુ તેમને માનવી તરીકે ગણવામાં આવતા ન હતા. તેઓ હારી ગયા તો બૌદ્ધ બની ગયા હતા પરંતુ મહિલાઓ ક્યાં જાય ? ફ્રાન્સીસી લેખિકા કહે છે કે સમાજના નિયમો અને કાનુન તો પુરૂષો દ્વારા બનાવવામાં આવ્યા છે જેમાં મહિલાને કમજાર તરીકે દર્શાવવામાં આવી છે. તે પુરૂષોની સુપિરિઆરિટીને ખતમ કરીને પોતાની નબળાઇથી મુક્ત મેળવી શકે છે.

તનુશ્રી લડી રહી છે. સાથે સાથે ગુલાબી ગેગની યુવતિઓ લડી રહી છે. આજે ભારતમાં પુરૂષપ્રધાન સમાજમાં મહિલાને અસ્તત્વ માટે લડવાની જરૂર દેખાઇ રહી છે. તેને આ બાબતને ખોટી સાબિત કરવી પડશે કે તે અબલા નારી છે. જેથી કોઇ કવ ફરી ક્યારેય એમ ન કહે કે અબલા જીવન હાય તુમ્હારી યહી કહાની આંચલ મે હે દુધ ઔર આંખો મે પાની. એક અંગ્રણી હિન્દી અખબારમાં વરિષ્ઠ પત્રકાર અને હાલમાં જ આમ આગમી પાર્ટી સાથે છેડો ફાડી લેનાર આશુતોષ દ્વારા આ માહિતી આપવામાં આવ્યા બાદ આ અભ્યાસસભર માહતીને લઇને ભારે ચર્ચા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY