શહેર તેમજ ગ્રામ્ય ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા
મોરબી : આજરોજ હળવદ શહેરમાં આવેલ એપીએમસી ખાતે હળવદ ભાજપ દ્વારા સંગઠન પર્વની તાલુકા તેમજ શહેરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો સહિતનો હાજર રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
રાજ્યભરમાં ૬ જુલાઈથી ૧૧ ઓગસ્ટ સુધી સંગઠ પર્વ અંતર્ગત સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવનાર છે ત્યારે તાજેતરમાં જ મોરબી ખાતે ભાજપ સંગઠન દ્વારા સંગઠન ને વધુમાં વધુ મજબૂત બનાવવા ના હેતુ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ ગ્રામ્ય ભાજપ સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે વલ્લભભાઈ પટેલની નિમણૂક કરાઈ હતી જ્યારે શહેર ભાજપ સંગઠન પર્વ ના ઇન્ચાર્જ તરીકે રણછોડભાઈ દલવાડી ની નીમણુક કરાવી હતી ત્યારે
આજરોજ એપીએમસી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા અને વધુમાં વધુ કાર્યકરો ને જોડવા સંગઠન પર્વ અંતર્ગત સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવનાર હોય જેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી
આ તકે ધારાસભ્ય ,ગ્રામ્ય ભાજપ સંગઠન પર્વના ઇન્ચાર્જ વલ્લભભાઈ પટેલ ,શહેર ભાજપ સંગઠન પર્વના ઇન્ચાર્જ રણછોડભાઈ દલવાડી, તાલુકા પંચાયત પ્રમુખ ધમેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, ઘનશ્યામભાઈ ગોહિલ, એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી,રમેશભાઈ ભગત સહિતના ભાજપના અગ્રણીઓ તેમજ કાર્ય કરો હાજર રહ્યા હતા આ તકે ભાજપ આઇ ટી સેલ દ્વારા ટીવી સ્ક્રીન પર કાર્યકરોને સદસ્યતા અભિયાન અંતર્ગત વિસ્તૃત માહિતગાર કર્યા હતા,
મયુર રાવલ હળવદ
M. 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




