સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઉજવાયો

0
636

આજ રોજ ભરૂચના બામ્બાખાન પાસે આવેલ અંબે માતા સ્કૂલની બાજુમાં સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. સમાજના લોકોને વધું પડતા ખર્ચથી બચાવવા માટે આયોજકો દ્રારા આ વર્ષે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે.જેમાં મકતમપુર, હાંસોટ ભાડભૂત,અંભેટા,અંકલેશ્વર વેજલપુર સહિતના સમાજના કુલ ૯ યુગલોએ આજ રોજ પ્રભુતાં માં પગલાં માંડ્યા હતાં.આ પ્રસંગે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ,ભારતીય જનતા પાર્ટીના આગેવાન રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી,ખેડૂત આગેવાન જયેશ પટેલ,દિપક મિસ્ત્રી,દિવ્યેશ પટેલ,જીગ્નેશ મિસ્ત્રી અને મોટી સંખ્યામાં સમાજના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતાં.જ્યારે ગતરોજ સાંજના રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલ પણ વિશેષ મુલાકાત લઈને પ્રથમ યોજાનાર તમામ આયોજકો ને શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY