અંકલેશ્વર ને.હા.નં 8  પર અકસ્માતમાં બાઈક પર સવાર માતા પુત્રનાં મોત 

0
338

અંક્લેશ્વર
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 પર થી પસાર થતા સોલંકી પરિવારની બાઇકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,જેમાં માતા પુત્રનાં કરુણ મોત નિપજ્યા હતા.
ભરૂચનાં ઝનોર ખાતે રહેતા બળવંતસિંહ સોલંકી તેમની પત્ની વિભાબેન સોલંકી તેમજ 3 વર્ષીય પુત્ર વેદાંત બાઈક પર સવાર થઇને સુરત ખાતે તેઓનાં માસીની દીકરીનાં લગ્ન પ્રસંગની કંકોતરી આપવા માટે જતા હતા.
જ્યારે બળવંતભાઈ અંકલેશ્વર ને.હા.નં 8 અમરતપુરા બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા,ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારીને અકસ્માત સર્જીને ફરાર થઇ ગયો હતો. સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બાઈક પર સવાર બળવંત સોલંકી તેમની પત્ની વિભાબેન તેમજ 3 વર્ષીય પુત્ર વેદાંતને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમાં વિભાબેન તેમજ માસુમ પુત્ર વેદાંતનાં  ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા.
જ્યારે ઈજાગ્રસ્ત બળવંત સોલંકીને 108ની મદદ થી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે હાઇવે પર મુલદ ચોકડી થી લઈને રાજપીપળા ચોકડી સુધી ચક્કાજામ સર્જાય ગયો હતો.ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા  પોલીસ કાફલો દોડી આવીને તપાસનાં ચક્રો ગતિમાન  કર્યા હતા.અને મૃતક માતા પુત્રનાં મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને ફરાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવાનાં પ્રયાસો શરુ કર્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY