નેત્રંગ:
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામની ગણના સુખી,સમૃધ્ધ અને વિકાસશીલ ગામ તરીકે થાય છે,જેમાં વાલીયા તાલુકાના ચંદેરિયા ગામથી કેલ્વીકુવા ગામની સીમને જોડતો રસ્તો કેટલાક લાંબા સમયથી બિસ્માર હાલતમાં જણાય રહ્યો હતો, જેમાં રસ્તાની હાલત બિસ્માર થતાં વાહનચાલકોને જીવના જોખમે પસાર થવું પડતું હતું. જેમાં રસ્તાની હાલત અત્યંત બિસ્માર થતાં વાહનચાલકોની મામુલી ગફલતના કારણે અનેક જીવલેણ અકસ્માતની ઘટનાઓ પણ સજૉય હતી,જેથી સ્થાનિક રહીશો સહિત વાહનચાલકોની હાલત ફકોડી બની જવા પામી હતી.
જેથી માગઁ અને મકાન વિભાગે વાહનચાલકો અને સ્વાનિક રહીશોની વેદના સમજી વાલીયા તાલુકાના ચંદેરિયા ગામથી કેલ્વીકુવા ગામની સીમને જોડતા રસ્તાના નિમૉણ માટે ગ્રાંટ અને નિમૉણની કામગીરીની મંજુરી આપી હતી, પરંતુ વહીવીતંત્રની રહેમ નજર હેઠળ અધિકારીઓની નિષ્કરજીથી એક થી દોઢ કિ.મી.નો રસ્તો બનાવ્યો ન હતો,
જેમાં કેલ્વીકુવા ગામના અગ્રણી મોહનસિંહ વાંસદીયા, મહેશ પટેલ, ભદ્રેશ.જે.ભકત, શશીકાંત મિસ્ત્રી,
રાહુલ ભકત, મયુર ભકત અને હાદિઁક વાંસદિયાને ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીને મૌખિક અને લેખિત રજુઆતની ચિમકી ઉચ્ચારતાં આખરે તંત્ર દ્વારા અધુરા મુકેલા રસ્તાના નિમૉણની કામગીરી પુણઁ કરતાં ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા માંડયો હતો, જ્યારે વહીવટીતંત્રમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"