એચડીએફસી બેન્ક કેરળના ૩૦ ગામ દત્તક લેશે, ૧૦ કરોડની કરી આર્થિક સહાય

0
46

તિરુવનંતપુરમ્‌,તા.૩૦
દેશની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક  કેરળના પૂર પ્રભાવિત ૩૦ ગામને દત્તક લેશે. ઉપરાંત બેન્કે રાજ્યના રાહત કાર્યો માટે ૧૦ કરોડ રુપિયાની આર્થિક મદદ પણ કરી છે. આ માહિતી ૐડ્ઢહ્લઝ્ર બેન્ક દ્વારા આપવામાં આવી છે.આ ઉપરાંત કેરળના ગ્રાહકો માટે બેન્કે લોન અને ક્રેડિટ કાર્ડના માસિક ચૂકવણા ઉપર વિલંબિત શુલ્કમાં પણ છૂટ આપવાની જાહેરાત કરી છે. બેન્કના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ જણાવ્યું કે, ‘મુશ્કેલીના આ સમયમાં અમે કેરળના લોકોની સાથે છીએ’
બેન્ક તેણે દત્તક લીધેલા ગામોમાં સારવાર માટે મેડિકલ કેમ્પની સ્થાપના કરશે. ઉપરાંત ત્યાંની શાળાઓનું સમારકામ અને પુનઃ નિર્માણ કરાવશે. આ સિવાય સ્થાનિક લોકોમાં આજીવિકા મેળવવા માટે તેમને કૌશલલક્ષી તાલીમ આપવામાં પણ સહાય કરશે.
૩૦ ગામને દત્તક લેવા ઉપરાંત બેન્કે રાજ્યના મુખ્યપ્રધાન રાહત કોષમાં ૧૦ કરોડ રુપિયાની આર્થિક સહાય પણ કરી છે. જેમાં બેન્કના કર્મચારીઓએ તેમના એક દિવસના પગારનું યોગદાન આપ્યું છે. અને બાકીનું યોગદાન બેન્ક દ્વારા કરવામાં આવ્યું છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY