ન્યુ દિલ્હી,તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઇપીપીબી)ની સ્થાપના કરવા માટેની યોજનાનો ખર્ચ રૂ. ૮૦૦ કરોડથી વધારીને રૂ. ૧,૪૩૫ કરોડ કરવા સંબંધિત સંશોધનને મંજૂરી આપી છે. સંશોધિત ખર્ચનાં અંદાજમાં રૂ. ૬૩૫ કરોડની વધારાની રકમમાં રૂ. ૪૦૦ કરોડ ટેકનોલોજીકલ ખર્ચ માટે અને રૂ. ૨૩૫ કરોડ માનવ સંસાધન પર ખર્ચ થશે.
આઇપીપીબી પોતાનાં ટેકનોલોજી સક્ષમ સમાધાનો મારફતે ચુકવણી/નાણાકીય સેવાઓ પ્રદાન કરશે, જે પોસ્ટ વિભાગના કર્મચારીઓ/એજન્ટો દ્વારા પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ ફક્ત ટપાલીને બદલે નાણાકીય સેવા પૂરી પાડનારા અગ્રદૂત બની શકે.
આઇપીપીબી પોતાનાં એજન્ટ (પોસ્ટનાં કર્મચારી અને ગ્રામીણ પોસ્ટનાં સેવકો)ને આઇપીપીબી સેવાઓ પ્રદાન કરવા માટે સીધી એમનાં ખાતામાં પ્રોત્સાહન/કમિશનની ચૂકવણી કરશે, જેથી વધુ ગ્રાહકો સુધી આઇપીપીબી ડિજિટલ સેવાઓ પહોંચાડવા તેઓ પ્રોત્સાહિત થાય.
આઇપીપીબી દ્વારા ટપાલ વિભાગને ચૂકવવામાં આવેલા કમિશનનાં એક હિસ્સાનો ઉપયોગ પોસ્ટ ઓફિસનાં સાધનો વધારવા માટે કરવામાં આવશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


