છેલ્લા કેટલાક સમયથી અંદાજે દોઢ વર્ષ ઉપરાંતથી ગુજરાત સરકાર આરોગ્યની પરમીટ આપવામાં કે રીન્યુ કરવામાં જાણે તમામ દર્દીઓ પરમીટ પર મળતો દારૂ વેચીને કરોડપતિ કે બુટલેગર બની ગયા હોય તેવો કાયદાકીય વહેવાર કરી આરોગ્ય ની પરમીટ ધારકોને રંજાડી રહી હોવાની બુમરાણ મચી છે
ગત માર્ચ 2018 થી આરોગ્ય ની નવી પરમીટ આપવાનું કે રીન્યુ કરવાનું એકાએક બંધ કરી ફક્ત આરોગ્યની પરમીટ ધારકો પરજ નસાબંધી નો કાયદો અમલી કર્યો હોય તેવું માની રહી છે પ્રમુખ અખબારો માં સમાચારો આવ્યા હતા કે ગત બે વર્ષમાં રૂપિયા 250 કરોડ થી વધુનો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પોલીસે પકડ્યો કે નાશ કર્યો પણ ગાંધીના ગુજરાતમાં બોર્ડરો પાર કરી આવ્યો ત્યારે પકડાયોને?
બીજી રીતે વિચારીયેતો આટલો ગેરકાયદે લેવાયેલ દારૂ પકડાયો તો વેચાયો કેટલો હશે?
શુ આ હકીકતો સરકાર ધ્યાને ન લઈ માત્ર પ્રમાણિક આરોગ્યની પરમીટ માંગનાર કે જે ટેક્સ ભરે છે તેને શામાટે સરકાર પરેશાન કરે છે? બહારથી આવનાર વિઝીટર કે ટુરિસ્ટ ને ઓનલાઇન પરમીટ અને ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ઉપલબ્ધ કરાવાય છે તો આરોગ્યની પરમીટ ધારકોને રીન્યુ માં કેમ નવા કાયદા કાઢી પરેશાન કરવામાં આવેછે કેમકે પરમીટ આપવામાં વિલંબ એટલે બુટલેગરને ત્યાં ઘરાકી એમ માનવું અસ્થાને નથી
માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ને ખોબલે ખોબલે મત આપનાર ગુજરાતના પરમીટ ધારકોને પરેશાન કરવાનું બંધ થાય એજ આવકારદાયક છે.
ગાંધીજી ગુજરાતમાં માત્ર જન્મ્યા હતા પણ તેઓ આખા રાષ્ટ્રના રાષ્ટ્રપિતા છે અને આખા રાષ્ટ્રમાં દારૂબંધી નથી તો ગુજરાતીઓ શુ આ રાષ્ટ્રમાં સમાન કાયદા નો લાભ ન માંગી શકે?
મોટે ઉપાડે નેતા કહે છે કે ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી કદીય દૂર ન કરાય ત્યારે કદાચ ગુજરાતનો મતદાર કે નાગરિક સવાલ જરૂર પૂછશે કે સરકાર ગમમ નિર્ણયો વટભેર લેછે તો કલમ 370 કે 35A ની જેમ ગુજરાતમાં પણ દારૂબંધી દૂર કરી ગુજરાતની પ્રજાને દમણ કે દિવ અથવા અન્ય સ્થળે જઇ દારૂ પીતા બંધ કરી કે બુટલેગરનો દારૂપીતાં અટકાવવા શા માટે મહારાષ્ટ્ર કે અન્ય રાજ્યોની જેમ પરમીટ રૂમ કે પરમીટ શોપ ખોલી આપો ને સરકારની આવક માં શામાટે વધારો નથી કરાતો જેવા અનેક વેધક પ્રશ્નો છે જેનો જવાબ એજ છે કે આરોગ્યની પરમીટ નો ખર્ચ ઉપરાંત મોંઘો દારૂ પીનાર ઈમાનદાર પરમીટ ધારક ને કાયદાઓની આટીઘૂંટી થી દુર રાખી તુરંત પરમીટ મળે તેજ સમય નો તકાજો છે.બાકી સરકારના નિર્ણયો માં સિવિલ હોસ્પિટલોમાં દરેક જિલ્લામાં ફિજીસીયનો નો અભાવ છે અરે ડોકટરોની અછત છે ત્યારે જો બબ્બે મહીના સુધી પરમીટ રીન્યુ ન થાય તો દર્દી બુટલેગરનો હલકી ગુણવત્તા વાળો દારૂ પી વધુ બીમાર પડે તો નવાઈ નહીં.માટે સરકાર આરોગ્યની ચિંતા કરતી હોય તો આરોગ્યના પરમીટ ધારકોની પરમીટ ત્વરિત રીન્યુ થાય તેવા પગલાં સત્વરે લે એ જરૂરી છે.
અત્રે પ્રસ્તુત છે અગાઉ આરોગ્યના પરમીટ ધારક દર્દીની વ્યથા અને કથાના કેટલાક સમાચાર ની લિંક.
નશાબંધી ના અમલીકરણ માં આરોગ્ય પરમીટ ધારકો સરકારને વાંકે બુટલેગર ને ચરણે!? – http://www.jungegujarat.in/liquor-parmit/
દારૂબંધી ના અમલ માટે રૂપાણી સરકારે આરોગ્ય પરમીટ ધારકો ની મુશ્કેલી માં કર્યો વધારો – http://www.jungegujarat.in/darubandhi-2/
ભરૂચ અંકલેશ્વર ના આરોગ્ય પરમીટવાળા દર્દીઓ ને દહેજ સુરત વડોદરા ના ધક્કા વિશે આરોગ્ય મંત્રી ક્યારે ચિંતિત થશે? – http://www.jungegujarat.in/arogya-mantri-chintit-kyare-thase/
ગુજરાત સરકાર નું આરોગ્યની પરમીટ બાબતે જક્કી વલણ – http://www.jungegujarat.in/arogya-ni-permit/
હવે સરકાર આવક વધારવા આરોગ્યની પરમીટ પર આપવામાં આવતા વિદેશી દારૂ માંથી કમાણી કરશે. ‘”આંગળી ચાટી પેટ ના ભરાય “દર્દીઓ મા ભારે રોષ – http://www.jungegujarat.in/permit-na-daru-no-bhav-dubble/
દારુની પરમીટ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા, રાખવા પડે છે સિક્યૂરિટી ગાર્ડ – http://www.jungegujarat.in/artical-245/
ગુજરાત સરકાર ના નશાબંધી ના કાયદા ના બેવડા ધોરણો? – http://www.jungegujarat.in/bharuch-794/
લ્યો બોલો! રૂપાણી સરકારે દારૂની પરમીટ મોંઘી કરીને ‘નશાબંધી’ કડક કરી ગુજરાત ના બજેટ માં પરમીટવાળો દારૂ મોંઘો કરતા ગેરકાયદે દારૂ વેચનારા વધવા પામે તો નવાઈ નહીં ! – http://www.jungegujarat.in/gujarat-na-budjetma-permit/
ધનંજય ઝવેરી 9978406257
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



