ગુજરાત રાજ્યમાં દલિત સમાજને વરઘોડા કાઢતા રોકવા બાબતે મોરબી મા આવેદન

0
9

સમસ્ત અનુસુચિત જાતિએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું

ગુજરાત રાજ્યમાં તાજેતરમાં વિવિધ સ્થળોએ દલિત સમાજના વરઘોડા કાઢવા માટે જે બબાલ થઇ છે અને સમાજને અન્યાય કરવામાં આવી રહ્યો છે જે મામલે મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે

સમસ્ત અનુસુચિત જાતી મોરબી જીલ્લા દ્વારા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે રાજ્યના પાંચ ગામોમાં દલિત સમાજના વરઘોડા કાઢવા માટે બબાલ થઇ છે અને દલિત સમાજના હક સાથે ચેડા કરવામાં આવે છે અને પોલીસ રક્ષણ માંગે to પોલીસ પણ સમાજને ટાર્ગેટ કરીને રક્ષણ આપવાને બદલે દમન કરે છે જેનો વિડીયો પણ વાયરલ થયો છે જેથી તાત્કાલિક ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે તેમજ ડીવાયએસપીને સસ્પેન્ડ કરવામાં નહિ આવે તો સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY