અમદાવાદ, તા.૨૯
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એચ.એલ. કોમર્સ કોલેજમાં એફવાય બીકોમમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે રેગિંગ કરી તેને આત્મહત્યાના પ્રયાસ માટે મજબૂર કરવાના ચકચારભર્યા કેસમાં આરોપી ક્ષિતિજ દેવસી મગનભાઇ દેસાઇ(રબારી), જય ઉર્ફે જયેશ મહાદેવભાઇ અરજણભાઇ અને જગમલ ઉર્ફે અજમલ દેવશીભાઇ રબારીની જામીનઅરજી આજે એટ્રોસીટી કેસના સ્પેશ્યલ જજ ડી.જે.શાહે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે આરોપીઓની જામીનઅરજી ફગાવતાં મહત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, રેગીંગ એ સમાજને અસરકર્તો અને ગંભીર ગુનો છે. જા આવા ગુનામાં આરોપીઓને જામીન અપાય તો સમાજમાં અવળો સંદેશો જાય. ખાસ કરીને માતા-પિતા પોતાના સંતાનોને દૂર ભણવા મૂકતા હોય છે, તેઓ આવા બનાવોથી ડરીને તેમના સંતાનોને દૂર ભણવા મૂકી શકે નહી અને જા મૂકે તો પણ તેઓને આ પ્રકારના બનાવોની ચિંતા અને દહેશત રહ્યા કરે. આમ, આ ગુનાનું સ્વરૂપ જાતાં તે સમાજને અસરકર્તા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓના મોટા સમૂહને અસરકર્તા છે ત્યારે આરોપીઓ વિરૂધ્ધના ગુનાની ગંભીરતા જાતાં તેઓને કોઇપણ સંજાગોમાં જામીન આપી શકાય નહી. આરોપી ક્ષિતિજ રબારી, જય ઉર્ફે જયેશ મહાદેવભાઇ અરજણભાઇ અને જગમલ ઉર્ફે અજમલ દેવશીભાઇ રબારીની જામીનઅરજીનો સરકારપક્ષ દ્વારા સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા એકબીજાના મેળાપીપણામાં રેગિંગના ત્રાસથી કંટાળી ગોપાલ મહિડા નામના વિદ્યાર્થીએ તાજેતરમાં જ કોલેજના બાથરૂમમાં ફીનાઇલ પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રેગીંગની આ ઘટનાને પગલે સમગ્ર શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ટીવાય બીકોમમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ અને તેના સાથીઓએ મળી વિદ્યાર્થીને તેમની સામે જાહેરમાં ડાન્સ કરવા અને પેન્ટ ઉતારવા માટે ફરજ પાડી હતી. મૂળ અમરેલીના રાજુલા તાલુકાના ભાઠા ગામનો રહેવાસી ગોપાલ મહિડાએ જુલાઇ મહિનામાં એચ.એલ. કોમર્સ કોલેજમાં એફવાય બીકોમના પ્રથમ સેમેસ્ટરમાં એડમિશન લીધું હતું. યુનિવર્સિટી પાસે આવેલ એચ.એલ. કોમર્સ કોલેજની હોસ્ટેલમાં રહે છે. કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ક્ષિતિજ રબારી, જયેશ ભરવાડ (રહે. ઘાટલોડિયા ગામ) અને જયેશ રબારી (રહે. ગોપાલવાસ, ચામુંડાડેરી પાસે, નવરંગપુરા) સહિતના આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી ગોપાલને હેરાન-પરેશાન કરતા હતા.
ગોપાલ જ્યારે પણ કેમ્પસમાંથી નીકળે ત્યારે તેના બાઇકની ચાવી લઇ ટપલીદાવ પણ કરતા હતા. દલિત સમાજનો હોવાથી તેને જાતિવિષયક શબ્દો બોલીને હેરાન કરતા હતા. રિસેસના સમયમાં તેને ડાન્સ કરવાનું અને જાહેરમાં પેન્ટ ઉતારવા કહેતા હતા. ગોપાલ આ હરકતો કરવાની ના પાડતો ત્યારે અપશબ્દો બોલી એટ્રોસિટી અમારી પાસે નહીં ચાલે તેમ કહી ગાળાગાળી કરતા હતા. આરોપીઓનું કૃત્ય ઘણું ગંભીર, ઘૃણાસ્પદ અને સુપ્રીમકોર્ટના ચુકાદાનો સરેઆમ ભંગ કરતું હોઇ કોર્ટે આરોપીને કોઇપણ સંજાગોમાં જામીન આપવા જાઇએ નહી. સમાજમાં આ પ્રકારના ગંભીર બનાવો ખાસ કરીને શાળા-કોલેજામાં વધી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી અને વાલીઓના હિતમાં પણ કોર્ટે સબક સમાન હુકમ કરી આરોપીઓના જામીન ફગાવી દેવા જાઇએ. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન ધરાર ફગાવી દીધા હતા.
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


