હનોઇ,તા.૨૬
નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જાંગ-ઉન અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે બીજી સમિટમાં ભાગ લેવા માટે બે દિવસ અગાઉથી જ નિકળી ગયા હતા. વિયેતનામની રાજધાની હનોઇ સુધીની મુસાફરી કિમે પોતાના ખાસ લોકોની સાથે ટ્રેનથી જ પહોંચ્યા છે. ૨૭૦૦૦ કિમીની આ યાત્રામાં તેઓની ટ્રેન શનિવારે ચીનની યાલુ નદીને ક્રોસ કરીને આગળ વધી હતી. નોર્થ કોરિયાના સરકારી મીડિયાએ પણ કિમ હનોઇ માટે રવાના થઇ ગયા હોવાની પુષ્ટિ કરી હતી. આજે મંગળવારે કિમ જાંગ ઉન હનોઇ પહોંચ્યા હતા. ૧૯૬૪ બાદ વિયેતનામ પહોંચનાર કિમ જાંગ પ્રથમ લીડર છે.
કિમ જાંગ ઉન તેઓના રનિંગ બોડીગાડ્ર્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. આજે મંગળવારે ટ્રેનમાંથી ઉતરતી વખતે પણ કિમ જાંગ આગળ નિકળી ગયા હતા અને તેમના બોડીગાડ્ર્સ દોડીને તેઓની બાજુમાં ઉભા રહી ગયા હતા. કિમ ૨,૮૦૦ માઇલની ટ્રેન મુસાફરી કરીને ડઝનથી વધુ સિકિયોરિટી ગાડ્ર્સ સાથે હનોઇ પહોંચ્યા છે. તેઓ આવતીકાલે સમિટ માટે જે હોટેલમાં રોકાવાના છે ત્યાં સુધી તેઓ કારમાં ગયા હતા જ્યાં ડઝનથી વધુ સિકિયોરિટી ગાડ્ર્સ તેમની કારની આસપાસ દોડતાં જાવા મળ્યા હતા.
આ સિવાય કિમ જાંગ એક આર્મ્ડ વ્હિકલ પણ લઇને આવ્યા છે જેની ટોચ પર આધુનિક ગન મુકવામાં આવી હતી. આ વાહનને કિમની હોટલની બહાર જ પાર્ક કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



